Couple Fell Dwon From Bike: આમ તો રસ્તા પર થનારા અનેક અકસ્માતના વીડિયો સામે આવતા રહે છે. પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જે કદાચ જોનારાના રૂવાંડા ઊભા કરી નાખશે. આ વીડિયોમાં બાઈક પર સવાર એક કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઈક પર આગળ બેઠેલું બાળક અડધા કિલોમીટર સુધી બાઈકની સાથે ચાલે છે અને પછી જે થયું તે ચમત્કારથી કમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારના ડેશબોર્ડ કેમેરામાં રેકોર્ડ
હકીકતમાં આ વીડિયો એક ટ્વિટર યૂઝરે શેર કર્યો છે. વીડિયો પર દોડી રહેલી કારના ડેશબોર્ડ  કેમેરામાં આ ઘટના રેકોર્ડ થઈ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યસ્ત રસ્તા પર બાઈક દોડી રહી છે અને બાઈક પર કપલ બાળક સાથે સવાર છે. આ બધા વચ્ચે સ્કૂટી જોડે હળવી ટક્કર થતા બાઈક પર બેઠેલું કપલ પોતાનું સંતુલન ગુમાવે છે અને ત્યારબાદ પડી જાય છે. 


Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..


દિલ્હી: મૃતક અંજલિની મિત્ર નિધિ વિશે આઘાતજનક ખુલાસો, જાણીને પગ તળેથી જમીન સરકી જશે


જિમ બન્યા મોતના કારખાના, લખનઉના ડોક્ટરનો જીવ CPR આપ્યા બાદ પણ ન બચ્યો, CCTV


બાઈક આપોઆપ ધીમી પડી જાય છે
જેને રામ રાખે તેને કોણ ચાખે? આગળ જઈને બાઈક આપોઆપ ધીમી પડી જાય છે અને પછી ડિવાઈડર પાસે અટકી જાય છે અને બાળક ડિવાઈડર પર ઉગેલા ઘાસ પર જઈને પડે છે. આ બાળકના માતા પિતા સુરક્ષિત છે અને બાળક પણ ઘાસ પર પડવાના કારણે સુરક્ષિત જોવા મળી રહ્યું છે. ત્યારબાદ ત્યાં ભીડ ભેગી થાય છે અને બધા મળીને બાળકને ઉઠાવી લે છે. આ વીડિયો જો કે થોડો જૂનો હોવાનું કહેવાય છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube