Live Death : જિમ બન્યા મોતના કારખાના, લખનઉના ડોક્ટરનો જીવ CPR આપ્યા બાદ પણ ન બચ્યો, CCTV

ઉત્તર પ્રદેશના લખનઉમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યા એક ડોક્ટર જીમમા કસરત કરતા સમયે જમીન પર પડી ગયા હતા. આ જોઈને જીમના ટ્રેનરે તેમને ઉઠાવ્યા હતા. ટ્રેનરે તેમની સીપીઆર (Cardiopulmonary Resuscitation) આપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યર્થ ગયો હતો. તેના બાદ તેમના શરીરમાં કોઈ હરકત થઈ ન હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 
Live Death : જિમ બન્યા મોતના કારખાના, લખનઉના ડોક્ટરનો જીવ CPR આપ્યા બાદ પણ ન બચ્યો, CCTV

Heart Attack During Excercise : ઉત્તર પ્રદેશના લખનઉમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યા એક ડોક્ટર જીમમા કસરત કરતા સમયે જમીન પર પડી ગયા હતા. આ જોઈને જીમના ટ્રેનરે તેમને ઉઠાવ્યા હતા. ટ્રેનરે તેમની સીપીઆર (Cardiopulmonary Resuscitation) આપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વ્યર્થ ગયો હતો. તેના બાદ તેમના શરીરમાં કોઈ હરકત થઈ ન હતી. તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

41 વર્ષીય ડોક્ટર સંજીવ પૌલ મૂળ જૌનપુરના રહેવાસી હતી. ડોક્ટર સંજીવ પૌલ પોલીસ વિભાગમાં તબીબ અને પોસ્ટમોર્ટમ વિભાગના ઈન્ચાર્જ હતા. તેઓ પત્ની ઉપાસના અને બે દીકરીઓ સાથે લખનઉના વિકાસનગરમાં રહેતા હતા. તેમની પત્નીએ પોલીસને જણાવ્યું કે, તેમના પતિ સ્પોર્ટફિટ વર્લ્ડ જીમમાં કસરત કરવા ગયા હતા. જ્યાં વર્કઆઉટ દરમિયાન તેમનુ મોત થયુ હતું. 

એક દિવસમાં આવ્યા 723 હાર્ટના દર્દી
કાર્ડિયોલોજી વિભાગના કન્ટ્રોલ રૂમ અનુસાર, ગુરુવારે ઈમરજન્સી તેમજ ઓપીડીમાં 723 હાર્ટના દર્દી આવ્યા હતા. તેમાંથી 41 દર્દીઓની હાલત ગંભીર હતી. આ તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાહ તા. ગંભીર હાલતમાં તેમને લાવવામા આવ્યા હતા, જેમાંથી 7 લોકોના મોત હાર્ટ એટેકથી થયા હતા. આ ઉપરાંત 15 દર્દીઓને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યાહ તા. ડોક્ટરોએ કહ્યું કે, ઠંડીમાં બ્લડ પ્રેશર અચાનક વધી જવાથી અને રક્ત જામી જવાથી હાર્ટ કામ કરાવનુ બંધ કરે છે, આ કારણે બ્રેન સ્ટોક આવે છે. 

Lucknow: वर्कआउट के दौरान लड़खड़ाकर गिरे डॉक्टर की मौत, घटना सीसीटीवी  में कैद

શિયાળામાં હ્રદયરોગ વધવાના કારણો:
ડોક્ટર શરદે આ વિશેના કારણો અંગે વાત કરતા કહ્યું કે, હ્રદયરોગ પાછળ જુદા જુદા કારણો હોય છે. જ્યારે તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જતું હોય ત્યારે ખાસ સાવચેત રહેવું જોઈએ. તાપમાન 25 ડિગ્રી કરતાં નીચે જાય એટલે બોડીનું મેસલ મેટાબોલિક્રીએટ વધી જતું હોય છે, તને જાળવી રાખવા માટે હૃદયને વધારે લોહી પંપ કરવું પડતું હોય છે, પરિણામ સ્વરૂપે હ્રદય પર બમણી તાકાત લાગતી હોય છે. આ સિવાય ઠંડીને કારણે શરીરની નસો સંકોચાઈ જતી હોય છે. નસો સંકોચાઈ જતા બ્લડપ્રેશર વધી જાય તેવું બનતું હોય છે જેના કારણે હૃદય ઉપર દબાણ વધતું હોય છે અને પ્લે ક્રપ્ચર થતું હોય છે.

શિયાળામાં વાયુ પ્રદુષણ વધતું હોય છે, જેના કારણે ઇન્ફેક્શન, એલર્જી અને ન્યુમોનિયાના કેસ વધતા હોય છે, જેના કારણે હૃદય ઉપર દબાણ વધતું હોય છે. કેટલાક કિસ્સામાં વિટામિન Dની પણ ઉણપ થતી હોય છે. શિયાળાની ઋતુમાં ઘણીવાર લાડુ ઘી લોકો વધુ ખાતા હોય છે, પરંતુ આનાથી કોલેસ્ટ્રોલ શરીરમાં વધતો હોય છે, જેના કારણે હૃદયરોગ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં હોર્મોનલ ચેન્જીસ થતા હ્રદયરોગની સમસ્યા થતી હોય છે.

શિયાળામાં કેમ વધી રહ્યાં છે હ્રદયરોગના કેસ, જાણો એક્સ્પર્ટ શું આપ્યાં કારણો? બચાવ માટે કરો આટલું

હ્રદયની સમસ્યા હોય અથવા હ્રદયરોગથી બચવાના ઉપાય:
જેમને પહેલેથી જ હૃદયની બીમારી હોય, તેવા વ્યક્તિઓએ બ્લડપ્રેશર અથવા ડાયાબિટીસ હોય તો સમયાંતરે દવા લેતા રહેવું જોઈએ. શિયાળો શરૂ થાય તેની પહેલા બોડી ચેકઅપ કરાવી લેવું હિતાવહ છે, જેના કારણે કોઈ સમસ્યા હોય તો ખ્યાલ આવી શકે છે. દવા રેગ્યુલર લેતા હોઈએ તો આઉટડોર પ્રેક્ટિસ થોડી ટાળવી કરવી જોઈએ, શિયાળામાં ઇન્ડોર પ્રેક્ટિસ કરવી હિતાવહ છે. સંપૂર્ણ શરીર ઢાંકાઈ શકે એ રીતે ગરમ કપડાનો ઉપયોગ કરવો જોઈએ. જે કસરત કરી ન શકતા હોઈએ અથવા રોજિંદી પ્રેક્ટિસમાં કરતા ન હોઈએ એવી કસરતોથી બચવું જોઈએ. જો કોઈ દારૂનું સેવન કરતું હોય તો તેણે વધારે પડતા દારૂના સેવનથી બચવું જોઈએ. અમુક કિસ્સાઓમાં શિયાળામાં ફ્લૂ વેક્સિન લેવી પણ હિતાવહ હોય છે, જેનાથી ન્યુમોનિયાથી બચી શકાય છે અને તેનાથી હ્રદય સંબંધિત સમસ્યાઓ થતી નથી. 

આ સિવાય ડોક્ટર શરદ જૈને જણાવ્યું કે, શિયાળામાં ફિટ રહેવા માટે કેટલાક યુવાનો જીમમાં જતા હોય છે. પરંતુ શિયાળાની સિઝન હોય ત્યારે જીમમાં જતા પહેલા કેટલાક રિપોર્ટ ફરજિયાત કરાવી લેવા જોઈએ. હાઇપર ટ્રોપીક ડીસીસ કેટલીક વાર લોકોને તેના વિશે જાણ નથી હોતી. પરંતુ રિપોર્ટ કઢાવવાથી માહિતી મળી જતી હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news