લીવ ઇન રીલેશનશીપ : કેટલો સમય સાથે રહેવાથી લગ્ન ગણાય? સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું
કોઇ મહિલા સાથે લાંબો સમય સાથે રહેવા અને એની સાથે શારીરિક સંબંઘ બાંધનાર પુરૂષ જો મહિલા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરે તો શું પુરૂષની કોઇ જવાબદારી બને ખરી? શું મહિલાને પત્નીની જેમ ભરણપોષણ, સંપત્તિમાં હિસ્સો મળે ખરો? શું આ સંબંધને લગ્નની જેમ માની શકાય ખરો? સુપ્રીમ કોર્ટ હવે આવા સવાલ માટે સજ્જ બની છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે સૂચન માંગ્યું છે.
સુમિત કુમાર / નવી દિલ્હી : કોઇ મહિલા સાથે લાંબો સમય સાથે રહેવા અને એની સાથે શારીરિક સંબંઘ બાંધનાર પુરૂષ જો મહિલા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરે તો શું પુરૂષની કોઇ જવાબદારી બને ખરી? શું મહિલાને પત્નીની જેમ ભરણપોષણ, સંપત્તિમાં હિસ્સો મળે ખરો? શું આ સંબંધને લગ્નની જેમ માની શકાય ખરો? સુપ્રીમ કોર્ટ હવે આવા સવાલ માટે સજ્જ બની છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસે સૂચન માંગ્યું છે.
એમિક્સ ક્યૂરી નિયુક્તિ
જસ્ટિશ આદર્શ કુમાર ગોયલ અને અબ્દુલ નજીરના અધ્યક્ષતાવાળી પીઠે કેેન્દ્ર સરકારને પુછ્યું છે કે લાંબા સમય સુધી ટકેલા આવા સંબંધોને લગ્નની જેમ માની શકાય ખરા? સંબંધને લગ્ન જેવા માનવા માટે શું હોવું જોઇએ? કેટલો સમય ચાલેલા સંબંધોને આવો દરજ્જો આપી શકાય? કોર્ટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીને આ મામલે મદદ માટેની એમિક્સ ક્યૂરી તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટે એટોર્ની જનરલ કે કે વેણુગોપાલને આ મામલે કોર્ટની મદદ માટે કોઇ લો ઓફિસરની નિયુક્તિ માટે પણ કહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
બેંગલુરૂના આલોક કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પોતાની પર લાગેલા દુષ્કર્મ સહિત અન્ય આરોપોને ખારીદ કરવાની માંગ કરી છે. કર્ણાટક હાઇકોર્ટે અરજીકર્તા પર લાગેલા દુષ્કર્મ સહિત અન્ય આરોપો નકારવાની અરજીને રદ કરી હતી. મહિલાની માતાએ અરજી કર્તા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અરજીકર્તાનું કહેવું છે કે, આ આરોપ બનતા નથી. કારણ કે સ્વૈચ્છાઓ અમે બંને સાથે રહેતા હતા અને સહમતિથી જ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. હવે સુપ્રીમ કોર્ટે અરજીકર્તા વિરૂધ્ધ ચાલી રહેલા કેસ સામે સ્ટે આપ્યો છે.
લિવ ઇન રિલેશનશિપ કાયદાથી રક્ષિત
લિવ ઇન રિલેશનશિપમાં રહેનાર મહિલાઓને ઘરેલું હિંસા અંતર્ગત સમાવિષ્ટ ભરણપોષણ, સંપત્તિમાં હિસ્સો સહિત માટે યોગ્ય કરાર કરાઇ છે. વયસ્ક સ્ત્રી પુરૂષ લગ્ન વગર પણ સાથે રહી શકે છે. આ વાત સુપ્રીમ કોર્ટે કેરલમાં રહેનાર 20 વર્ષિય મહિલાના કેસ સંબંધે કહી હતી. મહિલાને અધિકાર છે કે એ જેની સાથે રહેવા ઇચ્છે તેની સાથે રહી શકે છે. કોર્ટે એ પણ કહ્યું હતું કે, લિવ ઇન રિલેશનશિપમાં હવે કોર્ટે પણ માન્યતા આપી છે.