અમદાવાદ : સાવકો પિતાએ માણસાઇની તમામ હદો પાર કરીને પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. જેમાં નરાધમ પિતાની વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી. આ કેસનો આરોપી આરીફ હુસેન કુરેશીએ રેગ્યુલેટર જામીન માટે મિર્ઝાપુરની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આરોપી આરીફ હુસેન કુરેશી હવસખોરીનાં નશામાં એટલો ડુબી ગયો હતો કે તેણે પોતાનાં ઘરની સાવકી પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. 


સમઢીયાળા : અંધશ્રદ્ધા દુર કરવા માટે કાળીચૌદસનાં દિવસે સત્યનારાયણની કથા કરી
દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ
સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યાની વાત જ્યારે સામે આવી ત્યારે સમગ્ર જુહાપુરામાં ચકચાર મચી જવા પામી હતી. બાપની શેતાની હરકતથી ઘરનાં અન્ય લોકોએ તેના પર ફિટકાર વરસાવ્યો હતો. પરિવાર દ્વારા જ નરાધમ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો હતો. ત્યાર બાદ તેને મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં બંન્ને તરફની દલિલો સાંભળ્યા બાદ તેના જામીનને કોર્ટે રદ્દ કર્યા હતા.