રાયપુર: છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં બે સગી બહેનો સાથે રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક તાંત્રિકને 40 વર્ષની સજા (Court Sentenced Tantrik To 40 Years) ફટકારી છે. કોર્ટે તાંત્રિકને 20-20 વર્ષ એટલે કે કુલ 40 વર્ષ જેલમાં કેદ રહેવાની સજા (Tantrik Raped Two Sisters) આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે તાંત્રિકને ફટકારી 40 વર્ષની સજા
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર તારાચંદ કોસલેએ ગુરૂવારના જણાવ્યું કે, રાયપુરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની એડિશનલ સેશન જજ પૂજા જયસવાલે બે બહેનો સાથે દુષ્કર્મ કેસમાં તાંત્રિક સમય લાલા દેવાંગનને 40 વર્ષની સજા (Court Sentenced Tantrik To 40 Years) ફટકારી છે. તાંત્રિકની ઉંમર અત્યારે 48 વર્ષ છે.


આ પણ વાંચો:- 1993 Mumbai Blast: બ્લાસ્ટમાં 250 લોકોએ ગુમાવ્યો હતો જીવ, વાંચો 2 બહાદુરની કહાની


સજાની સાથે તાંત્રિકને ફટકાર્યો દંડ
પીડિત યુવતિઓના વકીલે જણાવ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે, આરોપીને જેલની સજા એક બાદ એક ચાલશે. એટલે કે, પહેલા આરોપીને એક રેપ કેસ (Tantrik Raped 2 Sisters) મામલે 20 વર્ષની સજા પૂરી કરવી પડશે. ત્યારબાદ તે બીજા રેપ કેસની 20 વર્ષની સજા ભોગવશે. તારાચંદ કોસલેએ જણાવ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટે 40 વર્ષની સજા આપવા ઉપરાંત આરોપી તાંત્રિક પર કુલ 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.


આ પણ વાંચો:- ચીન સામે વધુ એક મોટા પગલાની તૈયારી, હવે આ બે કંપનીઓ પર બેન લગાવશે ભારત


તાંત્રિકે ઘટનાને આપ્યો આ રીતે અંજામ
વકીલને વદુમાં કહ્યુ કે, ડિસેમ્બર 2016 માં 21 અને 19 વર્ષની બે બહેનોને પેટ અને કમરમાં દુખાવાની ફરિયાદ પર તેના પરિવારજનો તેને તાંત્રિક દેવાંગન પાસે લઇ ગયાહતા. ત્યારબાદ એક મહિના પછી તાંત્રિક દેવાંગને તેની સારવાર શરૂ કરી. આરોપી તાંત્રિકે વર્ષ 2017 માં બંને બહેનો પર દુષ્ક્રમ કર્યું. આરોપીએ બંને બહેનોને ધમકી પણ આપી હતી કે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ સપ્ટેમ્બર 2017માં બંને બહેનોએ તેમની સાથે થયેલા દુષ્કર્મની જાણકારી પરિવારને આપી. ત્યારબાદ તેમણે રાયપુરના ગુઢિયારી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક દેવાંગન સામે ફરિયાદ નોંધાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube