1993 Mumbai Blast: બ્લાસ્ટમાં 250 લોકોએ ગુમાવ્યો હતો જીવ, વાંચો 2 બહાદુરની કહાની

12 માર્ચ 1993 ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટની (1993 Mumbai Blast) આજે 28 મીં વરસી છે. વર્ષ 1993, તારીખ 12 માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્યે જ ભૂંસી શકાય છે

1993 Mumbai Blast: બ્લાસ્ટમાં 250 લોકોએ ગુમાવ્યો હતો જીવ, વાંચો 2 બહાદુરની કહાની

મુંબઇ: 12 માર્ચ 1993 ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટની (1993 Mumbai Blast) આજે 28 મીં વરસી છે. વર્ષ 1993, તારીખ 12 માર્ચ, દિવસ શુક્રવાર, મુંબઇના ભુતકાળનો તે ખરાબ ડાઘ છે, જે ભાગ્યે જ ભૂંસી શકાય છે. 28 વર્ષ પહેલા આજના દિવસે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અનુક્રમે એક-બે નહીં, પરંતુ 12 સીરિયલ બોમ્બ બ્લાસ્ટને આતંકવાદીઓએ અંજામ આપ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને 800 થી વધારે લોકો ગંભીર રીતથી ઈજાગ્રસ્ત થયા હતા. આજે અમે તમને એવા બે બહાદુરોની કહાની જણાવી રહ્યા છીએ, જેમનું જીવન 1993 બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલું છે.

મેજર વસંત જાધવને નહોતી તેમના જીવનની કોઈ પરવા
75 વર્ષના રિટાયર્ડ મેજર વસંત જાધવે તેનના જીવનની પરવા કર્યા વગર હજારો લોકોના જીવનને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેજર વસંત જાધવે 12 માર્ચ 1993 ના દિવસે પ્રશાસનના એક અનુરોધ પર, તેમના જીવનની પરવા કર્યા વગર દેશહિતના કામમાં લાગી ગયા. બ્લાસ્ટના દિવસે મેજર વસંત જાધવની ડ્યૂટી મુંબઈ એરપોર્ટ પર હતી. પ્રશાસન તરફતી મેજરને આ જવાબદારી સોંપવામાં આવી કે તેઓ બોમ્બે બોમ્બ સ્ક્વોર્ડ ટીમનું નેતૃત્વ કરે અને એક્સપ્લોસિવ મેટિરિયલની ઓળખ કરે. બોમ્બ સ્ક્વોર્ડ ટીમનું નેતૃત્વ કરતા મેજર જાધવે ઘણા એવા ગ્રેનેડ શોધ્યા જેના કારણે હજારો લોકોનું જીવન બચી ગયું.

મેજર જાધવની જવાબદારી ત્યાંજ પૂર્ણ થઈ નહીં, પરંતુ હુમલાના 2 દિવસ બાદ એટલે કે, 14 માર્ચ 1993 ના તેમની પર એક ફોન આવ્યો. ફોન પર તેમને કહેવામાં આવ્યું કે, દાદર સ્ટેશન બહાર એક બિનવારસી સ્કૂટી મળી છે. પોલીસને લાગી રહ્યુ છે કે, તેમાં કંઇક વિસ્ફોટક પદાર્થ છે. તેથી તેઓ જલ્દીથી જલ્દી દાદર સ્ટેશન પહોંચે. મેજર જાધવે દાદર સ્ટેશન પહોંચ્યા અને જોયું કે બિનવારસી સ્કૂટીમાં એક-બે નહીં પરંતુ 12 કિલો આરડીએક્સ રાખવામાં આવ્યો છે. જેને જો સમય રહેતા નીકાળવામાં ન આવતા હજારો લોકોનું જીવન ખતરામાં પડી શકતું હતું.

3 કલાકની મહેનત બાદ તે મેજર જાધવે તે 12 કિલો આરડીએક્સ ડિફ્યુઝ કર્યો. મેજર જાધવની આ બહાદુરીની કામગીરી જોઇને તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવાર દ્વારા જાધવને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેના જૂથના બધા સભ્યોને કોઈક અથવા બીજા રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. એક તરફ, મેજરને તેમના જૂથના તમામ સભ્યોને સન્માનિત કરવા પર ગર્વ છે, તો બીજી તરફ, તેમને એવું પણ લાગે છે કે તેમને સરકાર તરફથી તે પ્રકારનો આદર મળ્યો નથી જેના તેઓ હકદાર હતા.

28 વર્ષથી બ્લાસ્ટની વેદના અનુભવી રહ્યા છે કીર્તિ અજમેરા
કીર્તિ અજમેરા તે હજારો લોકોમાંથી એક છે જેઓ 28 વર્ષ પહેલા થયેલા આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના શિકાર બન્યા હતો. લગભગ ત્રણ દાયકાઓથી સતત વેદનાથી જીવન જીવતા આ બહાદુર માણસે તેમની સારવારમાં અત્યાર સુધીમાં લગભગ 60 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ તેમને સરકાર તરફથી હજી સુધી કોઈ સહાય મળી નથી. વિસ્ફોટના દિવસે અજમેરા બોમ્બે સ્ટોક એક્સચેંજની સામે ઉભા હતા, જ્યાં બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટને કારણે અજમેરાના શરીરમાં કાચના ટુકડા ઘૂસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા અજમેરાએ અત્યાર સુધીમાં 60 થી વધુ વખત તેનું ઓપરેશન કર્યું છે, જેનો અત્યાર સુધીમાં 60 લાખથી વધુનો ખર્ચ થયો છે.

તે કાળા દિવસને યાદ કરીને અજમેરાએ Zee News ને કહ્યું કે, 'મારું માનવું છે કે સરકાર મને તે વળતર આપવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ. જે મને મળવું જોઇતું હતું.' એ દુ:ખદ દુર્ઘટનાને યાદ કરતાં તેમણે કહ્યું, '12 માર્ચ, 1993 ના રોજ હું બોમ્બે સ્ટોક એક્સચેંજમાં કામ કરતો હતો, જ્યાં હું મોતથી બચવામાં સફળ રહ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ પરિસરમાં પ્રવેશતા પહેલા જ વિસ્ફોટ થયો હતો. જોકે, બ્લાસ્ટ બાદ હું બેભાન થઈ ગયો હતો. તેમણે કહ્યું, 'જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે ત્યાં ચારે બાજુ લોહી જોવા મળી રહ્યુ હતું અને રસ્તા પર શરીરના ઘણાં વિકૃત ટુકડાઓ પડ્યાં હતાં.'

આ ઘટનાને યાદ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, 'મને ટેક્સી દ્વારા જીટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેઓ મને દાખલ કરી શક્યા નહીં, કેમ કે ત્યાં બેડ ખાલી નહોતા. હોસ્પિટલ બે બોમ્બ બ્લાસ્ટની વચ્ચે સ્થિત હતી. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા એક વ્યક્તિના મોત બાદ મને બેડ મળ્યો. હું ભાગ્યશાળી હતો કે મને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ખાલી બેડ મળ્યો. અજમેરા કહે છે કે છેલ્લા ત્રણ દાયકાથી મારી સાથે, હું તે બધા બ્લાસ્ટ પીડિતો માટે સરકાર પાસેથી વળતરની માંગ કરું છું, પરંતુ મારી અપીલ સરકારી તંત્ર પર કોઈ અસર બતાવી રહી નથી.

અજમેરા કહે છે, 'મારે હવે પૈસાની જરૂર નથી, પરંતુ હું એ જોવા માંગુ છું કે સરકાર મને મારા વળતરની રકમ ક્યારે આપે છે. સવાલ એ નથી કે હું ધનિક છું કે ગરીબ. સરકાર માટે આ શરમજનક છે. દેશમાં આવા ઘણા પીડિતો છે જે મારા જેવા અકસ્માતોનો ભોગ બન્યા હતા અને તેઓ તેમની સારવાર કરાવી શકતા નથી. હું ભાગ્યશાળી છું કે મને મારા પરિવાર અને મિત્રોનો પૂરતો ટેકો મળ્યો. સારવાર દરમિયાનનો ખર્ચ મેં કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news