Corona ની બીજી લહેરમાં કહેર વર્તાવનારા B1617 વેરિએન્ટનો ખાતમો કરવા માટે સક્ષમ છે Covaxin, સ્ટડીમાં ખુલાસો
કોરોનાના કહેર વચ્ચે ખુબ સારા સમાચાર આવ્યા છે. ભારતની આ રસી કોરોનાના જીવલેણ વેરિએન્ટનો ખાતમો કરવામાં એકદમ સક્ષમ છે. એટલે હવે કોઈ પણ ખચકાટ વગર જલદી રસી મૂકાવી લેજો.
નવી દિલ્હી: સ્વદેશી રસી કોવેક્સિન અંગે એક મોટા અને રાહતવાળા સમાચાર આવ્યા છે કે આ રસી કોરોનાના વેરિએન્ટ્સ વિરુદ્ધ પણ એટલી જ પ્રભાવી છે. ખાસ વાત એ છે કે આ રસી ભારતમાંથી મળી આવેલા B.1.617 અને યુકેમાંથી મળેલા B.1.1.7 વેરિએન્ટ વિરુદ્ધ પણ એટલી જ સુરક્ષા આપે છે. કોરોનાની આ બીજી લહેરમાં મોટી સંખ્યામાં સામે આવેલા સંક્રમણ અને મોતના કેસો પાછળ B.1.617 વેરિએન્ટને પણ જવાબદાર ગણવાનાં આવ્યો છે. એટલે સુધી કે WHO એ કહ્યું કે આ સ્થિતિ સમગ્ર દુનિયા માટે જોખમી બની શકે છે. કોવેક્સિનની આ ઉપલબ્ધિની ખબર આ રસીને વિક્સિત અને નિર્મિત કરનારી કંપની ભારત બાયોટેકના સહ સંસ્થાપક સુચિત્રા ઈલ્લાએ આપી છે.
ફરીથી મળી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ
સુચિત્રા ઇલ્લાએ ટ્વિટર પર લખ્યું કે "કોવેક્સિનને ફરીથી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળી છે. હાલમાં જ પ્રકાશિત કરાયેલા રિસર્ચના આંકડા મુજબ કોવેક્સિન નવા વેરિએન્ટ્સ સામે પણ સુરક્ષા આપે છે. આ અમારા માટે એક વધુ મોટી ઉપલબ્ધિ છે."
Corona Update: કોરોનાના નવા કેસ ઘટ્યા, પણ મોતનો ગ્રાફ હજુ પણ ચિંતાજનક સ્તરે, જાણો લેટેસ્ટ અપડેટ
NIV અને ICMR ના સહયોગથી કરાયો અભ્યાસ
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના સહયોગથી કરાયેલા સ્ટડીમાં સામે આવ્યું છે કે કોવિડ-19 સંક્રમણને રોકવા માટે કરવામા આવી રહેલા રસીકરણમાં કોવેક્સિનનો ઉપયોગ લોકોને અનેક પ્રકારના વેરિએન્ટ્સ સામે સુરક્ષા આપે છે. જેમાં ભારતમાં મળી આવેલા B.1.617 અને યુકેમાંથી મળેલા B.1.1.7 વેરિએન્ટ્સ પણ સામેલ છે. કોવેક્સિન આ તમામ વેરિએન્ટ્સ વિરુદ્ધ ન્યૂટ્રિલાઈઝિંગ ટાઈટર્સ પ્રોડ્યૂસ કરે છે. એટલે કે તેમને નિષ્પ્રભાવી કરે છે.
અત્રે જણાવવાનું કે કોવેક્સિનને ભારત બાયોટેકે ICMR અને NIV ના સહયોગથી વિક્સિત કરી છે. કંપની આ રસીનું મોટા પાયે ઉત્પાદન પણ કરી રહી છે. આ રસીનો ઉપયોગ દેશમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં થઈ રહ્યો છે. આ ઉપરાંત ભારતે પાડોશી દેશોને મદદ અને દુનિયાના અનેક દેશો સાથે રસી નિર્માતા કંપની દ્વારા કરાયેલા કરાર હેઠળ કોવેક્સિન સપ્લાય પણ કરી છે.
Corona ની સારવારમાં Plasma Therapy જરાય પ્રભાવી નથી, ICMR લઈ શકે છે મોટો નિર્ણય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube