Cyclone Tauktae Live Updates: વાવાઝોડા 'તોકતે'એ ગોવામાં બતાવ્યું જોર, ગુજરાત હાઈ અલર્ટ પર, કર્ણાટકમાં 4 લોકોના મોત

અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તોકતે અંગે અનેક રાજ્યોમાં અલર્ટ જારી છે. તોફાન તોકતે હવે વધુ મજબૂત બન્યું છે  અને તે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નાગર હવેલી તટ તરફ આગળ વધી રહ્યું છે.

Cyclone Tauktae Live Updates: વાવાઝોડા 'તોકતે'એ ગોવામાં બતાવ્યું જોર, ગુજરાત હાઈ અલર્ટ પર, કર્ણાટકમાં 4 લોકોના મોત

નવી દિલ્હી: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તોકતે અંગે અનેક રાજ્યોમાં અલર્ટ જારી છે. તોફાન તોકતે હવે વધુ મજબૂત બન્યું છે  અને તે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નાગર હવેલી તટ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોકતે રવિવાર અને સોમવારે ગોવાથી મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાઓની સાથે મોટાભાગે વરસાદ અને ઝડપી પવનથી પ્રભાવિત રહેશે. તોકતે 18મી મેના રોજ સવારની આજુબાજુ પોરબંદર અને મહુવા (ભાવનગર જિલ્લો)ની વચ્ચે ગુજરાતના તટને પાર કરશે. તે સમયે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના તટો પર ત્રણ દિવસ સુધી તોફાનની અસર રહેવાની શક્યતા છે. 

ગોવાના તટ સાથે ટકરાયું, કર્ણાટકમાં ચારના મોત
ચક્રવર્તી તોફાન તોકતે ગોવાના તટ સાથે ટકરાયું છે. પણજીમાં પણ તેની અસર જોવા મળી. ગોવાના કાંઠા વિસ્તારોમાં પૂરપાટ પવનની સાથે સાથે મૂસળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. રસ્તાઓ પર ઝાડ ઊખડી ગયા છે. ચક્રવાતી તોફાન વધુ શક્તિશાળી થવાની ભીતિને પરિણામે ગુજરાતને હાઈ અલર્ટ પર રખાયું છે. આજે તે મુંબઈ પાસેથી પણ પસાર થાય તેવી આશંકા છે. કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં કુલ 73 ગામ તેનાથી પ્રભાવિત થયા છે. 

— ANI (@ANI) May 16, 2021

IMD એ કહ્યું કે 17મી મેના રોજ મુંબઈ સહિત ઉત્તર કોંકણના કેટલાક સ્થળોએ પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે. તોફાનના જોખમને જોતા પીએમ મોદીએ શનિવારે હાઈ લેવલની બેઠક યોજી અને તૈયારીઓની સમીક્ષા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહત અને બચાવ કાર્યની તમામ વ્યવસ્થા અને લોકોની સુરક્ષાના નિર્દેશ આપ્યા છે. 

— India Meteorological Department (@Indiametdept) May 16, 2021

અલર્ટ પર કોસ્ટ ગાર્ડ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી ત્રણ દિવસમાં તોકતે નામનું તોફાન કેરળ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે મોટી મુસીબત બની શકે છે. જેના માટે NDRF ની ટીમોને અલર્ટ રાખવામાં આવી છે. અનુમાન છે કે 18મીએ સવારે આ વાવાઝોડું ગુજરાતના વેરાવળ અને પોરબંદર વચ્ચે માંગરોળ પાસે કાંઠે ટકરાશે. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તારમાં સાઈક્લોનને લઈને કોસ્ટ ગાર્ડ અલર્ટ પર છે. આ સાથે જ માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની ચેતવણી અપાઈ છે. 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ
ચક્રવાતી તોફાન તોકતેના જોખમ વચ્ચે હવામાન ખાતેએ મહારાષ્ટ્રમાં અલર્ટ  બહાર પાડ્યું છે. તોફાનના જોખમ વચ્ચે મુંબઈના દહિસર વિસ્તારના જમ્બો કોવિડ હોસ્પિટલમાંથી દર્દીઓને બીજે શિફ્ટ કરાયા છે. હવામાન ખાતાએ કહ્યું કે મુંબઈ, થાણા અને રાયગઢમાં સોમવાર સુધીમાં ખુબ વરસાદ પડવાની સંભાવના છે. 

— ANI (@ANI) May 15, 2021

IMD એ કહ્યું કે 17મી મેના રોજ મુંબઈ સહિત ઉત્તર કોંકણમાં કેટલાક સ્થળોએ ખુબ પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. જો કે આ વિસ્તારોમાં વધુ અસર થવાના કારણે મુંબઈ જેવા સ્થળોએ બહુ અસર જોવા મળશે નહીં. વરિષઠ નિદેશક (હવામાન) આઈએમડી, મુંબઈ શુભાની ભૂટેએ કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાનીમાં રવિવારે બપોરથી વરસાદની આશા છે. તેમણે કહ્યું કે હાલ તોફાન ગોવાથી 250 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાઓની સાથે ગોવા વધુ વરસાદ અને પૂરપાટ પવનથી પ્રભાવિત થશે. તેમણે કહ્યું કે લગભગ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

કોલ્હાપુર અને સતારામાં રવિવાર અને સોમવારે ભારેથી અતિ ભારે વરસાદ
આઈએમડીએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. જેનો અર્થ છે કે સમગ્ર કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રના પહાડી વિસ્તારો મુખ્ય કરીને કોલ્હાપુર અને સતારામાં રવિવાર અને સોમવારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કાંઠાના જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા. પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લાના કલેક્ટરોને તમામ જરૂરી સાવધાની વર્તવાનું કહેવાયું છે. 

— ANI_HindiNews (@AHindinews) May 16, 2021

NDRFની ટીમો તૈનાત
ગુજરાતમાં વાવાઝોડાને જોતા રાજ્યમાં NDRF ની ટીમો તૈનાત કરાઈ છે. NDRF ગાંધીનગરના ડેપ્યુટી કમાન્ડેન્ટ રણવિજય કુમાર સિંહે કહ્યું કે 24 ટીમો આજે સાંજે પોતાની જગ્યા લઈ લેશે જેમાં 13 ટીમો બહારથી મંગાવવામાં આવી છે. 

ગુજરાતમાં ચેતવણી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને જારી કરેલા એક પરામર્શમાં કહ્યું કે ખુબ ભીષણ ચક્રવાતી તોફાનથી ઘરો, રસ્તાઓ, વીજળી અને સંચાર લાઈનોમાં નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્રના જિલ્લાઓ જેમ કે દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, રાજકોટ, અને મોરબી જિલ્લાઓમાં. 17મી મેના રોજ સૌરાષ્ટ્રના તટીય જિલ્લાઓમાં અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કેટલાક સ્થળો પર  ભારેથી અતિ ભારે વરસાદ પડશે તથા જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાઓમાં કેટલાક સ્થળો પર વધુ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 17મી મેના સવારથી ઉત્તર પશ્ચિમી અરબ સાગરની સાથેના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાત તટ સાથે જોડાયેલા વિસ્તારોમાં સમુદ્ર ખુબ અશાંત રહેશે. 

મોજા ઉછળવાના કારણે અનેક જિલ્લાઓમાં જોખમ
અલર્ટ મુબ મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં બે-ત્રણ મીટર ઊંચી સમુદ્રી લહેરોથી જળમગ્ન થવા અને પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં 1-2 મીટર લહેરથી જળમગ્ન થવાની અને ગુજરાતના બાકીના કાંઠાના જિલ્લાઓમાં 0.5-1 મીટર જળમગ્ન થવાની આશંકા છે. ગૃહ મંત્રાલયે 17 અને 18 મેના રોજ ઉત્તર પશ્ચિમી અરબ સાગર અને ગુજરાત તટથી માછલી પકડવાના કાર્યને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાની સલાહ આપી. 

ચક્રવાતને પહોંચી વળવા માટે વાયુસેના, નૌસેના તૈનાત, ફ્લાઈટ્સ બંધ
ભારતીય વાયુસેના, નેવી અને એનડીઆરએફ તોફાનને પહોંચી વળવા માટે તૈયાર છે. 

એરફોર્સના 16 પરિવહન વિમાનો અને 18 હેલિકોપ્ટરો ઓપરેશન માટે તૈયાર
વાયુસેનાએ પ્રાયદ્વીપીય ક્ષેત્રોમાં 16 પરિવહન વિમાનો અને 18 હેલિકોપ્ટરોને ઓપરેશન માટે તૈયાર રાખ્યા છે. એક નિવેદનમાં કહ્યું કે એક આઈએલ-76 વિમાને 127 કર્મીઓ અને 11 ટન કાર્ગોને ભટિંડાથી જામનગર પહોંચાડ્યા. વાયુસેનાએ એમ પણ કહ્યું કે બે સી-130 વિમાને 25 કર્મીઓ અને 12.3 ટન કાર્ગોને ભટિંડાથી રાજકોટ સુધી એરલિફ્ટ કર્યું. નિવેદનમાં કહેવાયું કે બે સી-130 વિમાનોએ 126 કર્મીઓ અને 14 ટન કાર્ગોને ભુવનેશ્વરથી જામનગર માટે એરલિફ્ટ કર્યું. કહેવાય છે કે કોવિડ10 રાહત માટે ચાલી રહેલા કાર્યો ઉપરાંત ચક્રવાત રાહત અભિયાન પણ ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news