મુંબઈઃ કોરોના વાયરસ મહામારી (Corona Virus) ની સંભવિત ત્રીજી લહેર પહેલા બાળકો પર કરવામાં આવેલા સીરો સર્વે  (Sero Survey) થી જાણવા મળ્યું છે કે મુંબઈમાં એકથી 18 વર્ષથી ઉંમર વર્ગના 51.18 ટકા બાળકોમાં કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી હાજર છે. બીએમસીએ સોમવારે આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) એ કહ્યું કે, એપ્રિલ અને જૂન વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં લોહીના કુલ 2176 નમૂનાની તપાસ કરવામાં આવી. બીએમસીએ એક અખબારી યાદીમાં કહ્યું કે, તેના દ્વારા સંચાલિત બીવાઈએલ નાયર હોસ્પિટલ અને કસ્તૂરબા મોલિક્યૂલર ડાગ્નોસ્ટિક લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણથી તે જાણવા મળ્યું છે કે એન્ટીબોડીવ વાળી બાળ ચિકિત્સા વસ્તીની ટકાવારી પહેલાના સીરો સર્વેની તુલનામાં વધી છે. 


આ પણ વાંચોઃ મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યપાલ ભ્રષ્ટ છે, જૈન હવાલામાં આવ્યું હતું નામ, ધનખડે કર્યો પલટવાર


એક સીરો-સર્વેક્ષણમાં લોકોના સમૂહના રક્ત સીરમનું પરીક્ષણ કરવામાં આવે છે અને તેના નિષ્કર્ષોનો ઉપયોગ વલણની દેખરેખ માટે કરવામાં આવે છે. કારણ કે કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોના વધુ પ્રભાવિત થવાનું અનુમાન છે, તેવામાં બીએમસીએ બીજી લહેર દરમિયાન બાળ ચિકિત્સા વસ્તીનો સીરો-સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો. 


બીએમસીએ કહ્યું કે, મહામારીની શરૂઆત બાદ આ ત્રીજો સીરો સર્વે હતો. આ સર્વેક્ષણ 1 એપ્રિલથી 15 જૂન વચ્ચે કરવામાં આવ્યું હતું, જેમાં પેથોલોજી લેબોરેટરીથી 2176 લોહીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. તેમાં આપલી ચિકિત્સા નેટવર્ક અને બીએમસીની નાયર હોસ્પિટલથી લેવામાં આવેલા 1283 સેમ્પલ અને  24 નગરપાલિકા વોર્ડોમાં બે ખાનગી લેબોરેટરીના નેટવર્કથી લેવામાં આવેલા 893 સેમ્પલ સામેલ છે. આ અભ્યાસના મુખ્ય નિષ્કર્ષમાં તે વાત નિકળીને સામે આવી છે કે 50 ટકાથી વધુ બાળકો પહેલાથી સાર્સ-કોવ-2ની ઝપેટમાં આવી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube