West Bengal: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું- રાજ્યપાલ ભ્રષ્ટ છે, જૈન હવાલામાં આવ્યું હતું નામ, ધનખડે કર્યો પલટવાર
મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકવાર ફરી બંગાળના રાજ્યપાલ જગદીપ ઘનખડ પર હુમલો કર્યો અને તેમને ભ્રષ્ટ કહી દીધા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યપાલ જગદીપ ધનખડ એક ભ્રષ્ટ વ્યક્તિ છે, 1996ના જૈન હવાલા મામલાના આરોપપત્રમાં તેમનું નામ આવ્યું હતું. તેમણે તે પણ કહ્યું કે, રાજ્યપાલને હટાવવા માટે તે ત્રણવાર કેન્દ્ર સરકારને પત્ર લખી ચુક્યા છે. તો રાજ્યપાલ ધનખડે પોતાના પર લગાવવામાં આવતા આરોપોને નિરાધાર ગણાવી મમતા પર પલટવાર કર્યો અને કહ્યું કે, મહામારીના સમયમાં તેમણે પોતાના લોકોને રેવડી વેંચી.
તેમણે રાજ્ય સચિવાયલમાં સંવાદદાતાઓને કહ્યું- તે એક ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમનું નામ 1996ના હવાલા જૈન મામલાના આરોપ પત્રમાં હતું. કેન્દ્ર સરકારે રાજ્યપાલને આ રીતે પદ પર બન્યા રહેવાની મંજૂરી કેમ આપી? બેનર્જીએ કહ્યું કે, ધનખડનો ઉત્તર બંગાળનો પ્રવાસ એક રાજકીય ખેલ હતો કારણ કે તે માત્ર ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળ્યા હતા.
#WATCH| The Governor (Jagdeep Dhankhar) is a corrupted man, his name was in the charge sheet of 1996 hawala Jain case...: West Bengal CM Mamata Banerjee pic.twitter.com/Z0DvjFnQ6W
— ANI (@ANI) June 28, 2021
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો- તેમણે અચાનક ઉત્તર બંગાળનો પ્રવાસ કેમ કર્યો? મને ઉત્તર બંગાળને વિભાજીત કરવાનો ષડયંત્રનો આભાસ થઈ રહ્યો છે. ટીએમસી પ્રમુખે કહ્યું કે, ધનખડને હટાવવા માટે ત્રણ પત્ર લખી ચુક્યા છે. બેનર્જીએ કહ્યું, બંધારણ પ્રમાણે હું તેમને મળવા, તેમની સાથે વાત કરવા અને બધા શિષ્ટાચારનું પાલન કરવાનું યથાવત રાખીશ.. પરંતુ કેન્દ્ર સરકારે મારા પત્રના આધાર પર કાર્ય કરવું જોઈએ.
Your Governor has not been charge sheeted. There is no such document. This is misinformation. I didn't expect this from a senior politician. I have not taken stay from any Court in hawala charge sheet because there was none: West Bengal Governor Jagdeep Dhankhar pic.twitter.com/J1DOiFk4gI
— ANI (@ANI) June 28, 2021
રાજ્યપાલ જગદીપ ઘનખડે કહ્યુ- તમારા રાજ્યપાલ પર ચાર્જશીટ નથી. આ પ્રકારના કોઈ દસ્તાવેજ નથી. આ જૂઠ છે. હું એક વરિષ્ઠ રાજનેતા પાસે આ આશા ન કરી શકું. મેં હવાલા ચાર્જશીટમાં કોઈ કોર્ટથી સ્ટે લીધો નથી, કારણ કે આવુ કંઈ નથી.
મમતા અને ધનખડ વચ્ચે શરૂઆતથી જ વિવાદ છે. રાજ્યપાલ પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થાને લઈને હંમેશા સરકારને ઘેરતા રહે છે તો સત્તાધારી ટીએમસી તરફથી રાજ્યપાલ પર પ્રહાર કરવાની કોઈ તક છોડવામાં આવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે