દેશમાં ક્યારે લાગશે કોરોનાની ગતિ પર બ્રેક? જાણીતા વાયરોલોજિસ્ટ Gagandeep Kang જણાવી તારીખ
જાણીતા વાયરોલોજિસ્ટ ગગનદીપ કાંગે જણાવ્યુ કે, ભારતમાં કોરોનાની ગતિ મેના અંતમાં ઓછી થવા લાગશે. પરંતુ આપણે તે માટે વેક્સિનેશન ડ્રાઇવમાં તેજી લાવવાની જરૂર છે.
નવી દિલ્હીઃ જાણીતા રસી નિષ્ણાંત ગગનદીપ કાંગ (Gagandeep Kang) એ કહ્યુ કે, કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં હાલની વૃદ્ધિ મેના અંત સુધી નીચે આવી શકે છે. કાંગે કહ્યુ કે, કોરોના કેસમાં એક કે બે ઉછાળ આવી શકે છે, પરંતુ તે વર્તમાન સમય જેવા ખરાબ હશે નહીં.
ગ્રામીફ ક્ષેત્રોમાં ફેલાઈ રહ્યો છે કોરોના
તેમણે આગળ કહ્યું કે, હાલ તે તેવા વિસ્તારમાં જઈ રહ્યો છે, જ્યાં પાછલા વર્ષે પહોંચ્યો નથી. એટલે કે આ વખતે કોરોના મધ્ય વર્ગને શિકાર બનાવી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં પહોંચી રહ્યો છે, પરંતુ વાયરસના જારી રહેવાની શક્યતા ઓછી છે. આ સાથે તેમણે કોરોના વેક્સિનને લઈને લોકોના મનમાં ઘર કરી ચુકેલા ડરને દૂર કરતા કહ્યુ કે, રસી અસરકારક છે અને આ અભિયાનમાં તેજી લાવવાની જરૂર છે.
આ પણ વાંચોઃ Corona: આ રાજ્યમાં 24 કલાકમાં 42 હજાર કેસ, સરકારે કરી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત
મેના અંત સુધી ઓછા થવા લાગશે કોરોના કેસ
પરંતુ કાંગે કોરોનાવ વાયરસની તપાસ (Corona Testing) માં ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, કોરોના કેસ ટેસ્ટિંગથી પ્રાપ્ત આંકડા કરતા વધુ છે. તેમણે ભારતીય મહિલા પ્રેસ કોર દ્વારા આયોજીત એક વેબીનારમાં સવાલના જવાબમાં કહ્યું, વિભિન્ન મોડલો અનુસાર (કેસ નીચા આવવામાં) સૌથી સાચુ અનુમાન મહિનાના મધ્ય અને અંતની વચ્ચે કહ્યું છે. પરંતુ કેટલાક મોડલો અનુસાર, તે જૂનના પ્રારંભમાં હશે, પરંતુ અમે જે જોઈ રહ્યાં છીએ તે અનુસાર મેના મધ્યથી અંત સુધી.
શું કોરોનાનો ખાતમો કરી શકાય છે?
વાયરસની લહેરો વિશે અનુમાનના સંબંધમાં કાંગે કહ્યુ કે, કોઈપણ વ્યક્તિ તે અનુમાન લગાવવા માટે (વાયરસ) પ્રકારની વિશેષતા અને મહામારીની વિભિન્ન વાતોનો ઉપયોગ કરી શકે કે ક્યા ખાસ સ્થાન પર શું થવા જઈ રહ્યું છે. આંકડા મેથેમેટિકલ મોડલ પેનલના સ્તર પર ઉપલબ્ધ છે. જ્યારે તેમને વાયરસના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ, તે ખરેખર ખરાબ ફ્લૂ વાયરસની જેમ મોસમ રિલેટેડ થઈ જશે. તે શાંત થઈ જશે અને લોકો વારંવારની પ્રતિરોધકતા તથા રસીકરણને કારણે એક ચોક્કસ સ્તર સુધી એન્ટીબોડી ક્ષમતા હાસિલ કરી લેશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube