નવી દિલ્હી: ભારતમાં 16 કરોડ ગૃહિણીઓ છે અને આ મહિલાઓ પોતાના રસોડાનું ખુબ ધ્યાન રાખે છે. મસાલા, મીઠું, દાળ, ચોખા, અને લોટ રસોડામાં ક્યાંક ઘટી ન પડે તેનું ધ્યાન રાખે છે. તેની જવાબદારી તેમની પાસે જ હોય છે. આથી અમે આ ગૃહિણીઓ અને બાકીના લોકોને કઈક એવી જાણકારી આપવા માંગીએ છીએ જેને જાણીને તેઓ કોરોનાના ડરને થોડો ઓછો કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આને તમે કોરોનાની ટૂલકિટ કહી શકો. એટલે કે હાલ કોરોના કાળમાં તમારા ઘરમાં આ વસ્તુઓ હોવી જોઈએ. આ ટૂલકિટ અમે અનેક ડોક્ટરો સાથે વાતચીત કરીને તૈયાર કરી છે. જેમાં કુલ 10 વસ્તુઓ છે. 


1. Temperature Monitor એટલે કે થર્મોમીટર. જે તાવની તપાસ માટે સૌથી વધુ જરૂરી છે. જો તમે તમારા ઘરે થર્મોમીટર રાખ્યું નથી તો આજે જ ખરીદી લેજો. 


2. Pulse Oximeter આ એક બિસ્કિટ જેવા આકારનું નાનકડું મશીન છે. જેનાથી તમે ઘરે બેઠા ઓક્સિજનનું લેવલ ચેક કરી શકો છો. ડોક્ટરોના જણાવ્યાં મુજબ શરીરનું ઓક્સિજન લેવલ 94થી 100 વચ્ચે હોવું જોઈએ. જો તે 94 કરતા ઓછું હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 


3. સ્ટીમર- જેનાથી તમે નાસ લો છો. શ્વાસ લેવામાં તકલીફ થાય તો આ વસ્તું ખુબ કામ લાગે છે. 


4. Paracetamol -પેરાસિટામોલોની ગોળીઓ ઘરે હોવી જોઈએ. જે તાવ સમયે લેવામાં આવે છે. 


5.  Anti Acid Tablet


6. એન્ટી એલર્જિક દવાઓ. તેના માટે તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. 


7. થર્મલ ફ્લાસ્ક- જે ગરમ પાણી માટે કામ આવે છે. ડોક્ટર કોરોનાથી બચવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપે છે. આવામાં આ ફ્લાસ્ક તમારા ઘરમાં હોવો જોઈએ. 


8. કોઈ પણ ઈમ્યુનિટી બુસ્ટર જેમ કે ઉકાળા. તમે ઈચ્છો તો ઘર પર બનાવી શકો છો. આ માટે  તમારા ઘર પર તુલસી, એલચી, હળદર, કાળા મરી, લવિંગ, તજ, આદુ અને કિશમિશ. 


9. હળદરવાળું દૂધ- રોજ એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવાથી તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો. 


10- સ્ટ્રેચ બેડ- જેનાથી તમે ઘર પર રહીને અનેક પ્રકારની કસરત કરી શકો છો. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


PICS: લોકડાઉનમાં મોબાઈલ ગેમ રમવું 15 વર્ષના બાળકને ભારે પડ્યું, જીવ ગુમાવ્યો, માતા-પિતા ખાસ વાંચે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube