નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus) ના વધતા કેસ અને રસીકરણ (Vaccination) ની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 92 ટકા દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે. 1.3 ટકા મૃત્યુ થયા છે. લગભગ 6 ટકા નવા કોવિડ કેસ છે. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ફેબ્રુઆરીમાં 6 ટકા થઈ ગયો હતો. હવે તે 24 ટકા થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રના સાત જિલ્લામાં છે. દેશના કુલ કેસમાંથી લગભગ 58 ટકા કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે. કોરોનાથી થતા મૃત્યુમાં 34 ટકા મહારાષ્ટ્રથી નોંધાઈ રહ્યાં છે. જે લોકો ઇન્ફેક્ટેડ છે કે આઇસોલેટ છે, ત્યાં સખત નિયમની જરૂર છે, હાલ છત્તીસગઢ સૌથી વધુ ચિંતાનો વિષય છે. નાનું રાજ્ય હોવા છતાં 6 ટકા કેસ છત્તીસગઢથી આવ્યા છે અને મૃત્યુ 3 ટકા છે. કોરોનાની બીજી લહેરની શરૂઆતથી છત્તીસગઢમાં ઇન્ફેક્શનની સાથે મૃત્યુ પણ વધુ થયા છે. છત્તીસગઢમાં દરરોજ મોતનો આંકડો 38 નોંધાયો છે અને એવરેજ કેસ 4900 સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારો ઈરાદો કોઈ રાજ્ય પર આંગળી ઉઠાવવાનો નથી, આ સાથે મળીને કામ કરવાની એક્સરસાઇઝ છે, જેમાં ભારત સરકાર રાજ્ય સરકારો સાથે મળી કામ કરી રહી છે, તેથી અમે છત્તીસગઢનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ. છત્તીસગઢની આસપાસ ન વધુ વસ્તીવાળા રાજ્યોમાં ન માત્ર એવરેજ કેસ ઓછા છે, સાથે મૃત્યુ પણ ઓછા થયા છે. હવે આરટીપીસીઆર ટેસ્ટ વધારવા માટે રાજ્યનો વિનંતી કરવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube