Omicron Symptoms: કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં 90 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. WHO પણ તેને વેરિએન્ટ ઓફ કન્સર્નની શ્રેણીમાં નાખી ચૂક્યું છે. આ વેરિએન્ટ ખુબ જ સંક્રમક છે અને ઝડપથી ફેલાય છે. ઓમિક્રોન સ્ટ્રેનના સ્પાઈક પ્રોટીનમાં 30થી પણ વધુ મ્યુટેશન છે. જે ગત એક પણ સ્ટ્રેનમાં જોવા મળ્યું નહતું. એક્સપર્ટનું કહેવું છે કે ઓમિક્રોન ઈમ્યુનિટીથી પણ બચવામાં સક્ષમ છે અને આ જ કારણ છે કે તે આટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે ઓમિક્રોનના અત્યાર સુધીમાં તમામ કેસમાં હળવા લક્ષણો જ જોવા મળ્યા છે. WHO નું એમ પણ કહેવું છે કે ડેલ્ટાની સરખામણીમાં આ વેરિએન્ટથી થનારી બીમારી હળવી રહેશે પરંતુ કોઈ પણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમિક્રોનના લક્ષણો
કોરોનાની ગત લહેરમાં ડેલ્ટા વેરિએન્ટે કહેર મચાવ્યો હતો. ડેલ્ટાના લક્ષણ હળવાથી લઈને ગંભીર સુધી હતા અને તેનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ ખુબ હતી. ડેલ્ટાથી સંક્રમિત દર્દીઓમાં ખુબ તાવ, સતત ઉધરસ, છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ઓક્સીજન લેવલ અચાનક ઓછું થઈ જવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. ઓમિક્રોનના લક્ષણો કઈક અલગ છે અને તેને બિલકુલ નજરઅંદાજ કરવા જોઈએ નહીં. 


વધુ પડતો થાક
કોરોનાના પહેલા વેરિએન્ટની જેમ જ ઓમિક્રોનના કારણે વધુ પડતો થાક મહેસૂસ થઈ શકે છે. થાક અને એનર્જીની સાથે હંમેશા આરામ કરવાનું જ મન થયા કરે છે. જેના કારણે રોજબરોજના કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો કે એ વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે આ થાકના અન્ય કારણો પણ હોઈ શકે છે. આ માટે તમારે યોગ્ય કારણ જાણવા કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. 


Rajasthan: મધરાતે વોટ્સએપ પર સ્ટેટસ મૂકીને યુવકે કરી આત્મહત્યા, સ્ટેટસ વાંચીને પોલીસ ચોંકી ગઈ, જાણો શું લખ્યું હતું


ગળામાં કઈક ખટકવું
દક્ષિણ આફ્રિકાના ડોક્ટર એન્જેલિક કોએત્ઝીનું કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીના ગળામાં ખરાશની જગ્યાએ કઈક ખટકવાનો અનુભવ થઈ રહ્યો છે. જે અસામાન્ય છે. ગળામાં ખારાશ અને ખટકવું એ ઘણી હદે એક પ્રકારે જ લાગતું હોય છે. ગળામાં કઈંક ખટકવું કે બળતરા કે પછી કઈંક ખૂંચવા જેવું મહેસૂસ થાય છે. જ્યારે ગળાની ખારાશમાં દુ:ખાવો વધુ હોય છે. 


હળવો તાવ
કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાંથી એક તાવ છે. કોરનાના ગત વેરિએન્ટમાં હળવાથી લઈને તેજ તાવના લક્ષણો જોવા મળ્યા હતા. ડોક્ટર કોએત્ઝીના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના દર્દીઓને હળવો તાવ આવે છે જે આપોઆપ ઠીક થઈ જાય છે. 


રાતે પરસવો આવવો અને શરીરમાં દુ:ખાવો
દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય વિભાગે ઓમિક્રોનના લક્ષણોમાં બે નવી વાત સામેલ કરી છે. પહેલી એ કે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિને રાતના સમયે પરસેવો આવે છે. રાતે આવનારો આ પરસેવો એટલો વધુ પડતો હોય છે કે તેનાથી તમારા કપડાં કે બિસ્તર પણ ભીના થઈ જાય છે. ભલે તમે કોઈ ઠંડી જગ્યા પર સૂતા હોવ. આ સાથે જ સમગ્ર શરીરમાં ખુબ દુ:ખાવો મહેસૂસ થઈ શકે છે. 


સૂકી ઉધરસ
ઓમિક્રોનના દર્દીઓને સૂકી ઉધરસ પણ થઈ શકે છે. આ એક એવું લક્ષણ છે જે કોરોનાના અત્યાર સુધીના તમામ સ્ટ્રેનમાં જોવા મળ્યું છે. સામાન્ય રીતે આ સૂકી ઉધરસ ગળામાં ખરાશ સાથે આવે છે. અત્યાર સુધીમાં મળેલા ડેટા મુજબ ઓમિક્રોનમાં હળવા લક્ષણ જ મહેસૂસ થાય છે. 


આ ગામ જેવું ગામ આખા દેશમાં જોવા નહીં મળે....તેની આ 4 ખાસિયતો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે


ઓમિક્રોન વેરિએન્ટમાં આ લક્ષણ નથી
કેટલાક લક્ષણો એવા પણ છે જે કોરોનાના ગત વેરિએન્ટમાં જોવા મળ્યા હતા. પરંતુ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં જોવા મળતા નથી. જેમ કે નવા વેરિએન્ટમાં ન તો દર્દીને ભોજનના સ્વાદ કે સુગંધની કોઈ સમસ્યા થઈ રહી છે કે ન તો નાક બંધ થઈ જવાનું કે ભારે થઈ જવા જેવા લક્ષણો મહેસૂસ થાય છે. ઓમિક્રોનના દર્દીઓને બહુ તાવ પણ આવતો નથી. દર્દીમાં શ્વાસ સંબંધિત કોઈ મુશ્કેલી પણ જોવા મળી રહી નથી. 


ઓમિક્રોનમાં શ્વાસ સંબંધિત મુશ્કેલી કેમ નહીં?
કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટમાં શ્વાસ ચડવા જેવી સમસ્યા જોવા મળી રહી હતી પરંતુ ઓમિક્રોનમાં એવું નથી. એમ્સના કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર એમ્સના ડૉ પુનેટ મુસરાનું કહેવું છે કે કોવિડ-19ના મોટાભાગના કેસમાં વાયરસ ફેફસામાં જઈને અનેક ગણો વધે છે જેના કારણે શ્વાસની સમસ્યા થાય છે. પરંતુ ઓમિક્રોનના કેસમાં એવું લાગી રહ્યું છે કે જાણે આ વાયરસ ગળામાં વધી રહ્યો હોય. ક્યારેક ક્યારેક વાયરસ પોતાના મૂળ સ્ટ્રેનથી અલગ લક્ષણ દર્શાવે છે અને ઓમિક્રોન સાથે પણ કઈક આવું જ થાય છે. ઓમિક્રોનમાં શ્વાસ સંલગ્ન કોઈ સમસ્સયા એટલા માટે નથી થઈ રહી કારણ કે તે કદાચ ફેફસામાં જઈને વધવાનું કામ કરતો નથી. તેના કારણે ફેફસા પર ઓમિક્રોનની અસર ખુબ ઓછી પડી રહી છે. 


ડોક્ટર મુસરાનું કહેવું છે કે ઓમિક્રોન ગળામાં વધે છે એટલે તેનાથી ગંભીર ન્યૂમોનિયા નહીં થતો હોય. ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાથી પણ હળવા હોય છે. પરંતુ તે ગત વેરિએન્ટની સરખામણીમાં 7 ગણો વધુ ફેલાનારો છે. તેનો અર્થ એ છે કે તે વધુ લોકોને પ્રભાવિત કરી શકે છે. પરંતુ તેના ગંભીર લક્ષણો, હોસ્પિટલમાં દાખલ કે મોતના કેસ ઓછા આવવાની સંભાવના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube