નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેમની જાણકારીમાં આવ્યું છે કે કેટલાક લોકો તેમને સન્માનિત કરવાની મુહિમ ચલાવી રહ્યાં છે. પીએમે તેને ખુદને વિવાદોમાં ઘસેડવાની કોઈ ખુરાફાતીની શંકા વ્યક્ત કરી છે. સાથે તેમણે તે પણ કહ્યું કે, જો આ પ્રકારની મુહિમ વાળાનો ઇરાદો ખોટો નથી તો તેની સાથે જોડાયેલા લોકો લૉકડાઉન પૂરુ થવા સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવે કારણ કે તેમના માટે તેનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારા સન્માનની મુહિમ પાછળ ખુરાફાતી સંભવ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, 'મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો તે મુહિમ ચલાવી રહ્યાં છે કે 5 મિનિટ ઊભા થઈને મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ નજરમાં આ તો મોદીને વિવાદોમાં ઘસેડવાની કોઈ ખુરાફાતી લાગે છે.'


કોરોના વાયરસઃ પીએમ મોદીએ આપ્યો લૉકડાઉન વધારવાનો સંકેત, કહ્યું- હાલની સ્થિતિ સામાજીક કટોકટી જેવી


'સન્માન કરવું છે કો લૉકડાઉનમાં કોઈ ગરીબની જવાબદારી લો'
તેમણે આગામી ટ્વીટમાં લખ્યું, 'બની શકે કે આ કોઈની સારી ઈચ્છા હોય, તો પણ મારો આગ્રહ છે કે જો ખરેખર તમારા મનમાં આટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત કરવા છે તો એક ગરીબ પરિવારની જવાબદારી ઓછામાં ઓછા ત્યાં સુધી ઉઠાવો, જ્યાં સુધી કોરોના વાયરસનું સંકટ છે. મારા માટે તેનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર