મુંબઇ: મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના BA.5 વેરિએન્ટના બે વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ જાણકારી આપી છે. બંને દર્દીઓ થાણે શહેરના છે અને વેક્સીનના બંને ડોઝ લગાવી ચૂક્યા છે. વિભાગે જણાવ્યું કે તાજેતરમાં ઇન્ફેક્શનથી ઘરમાં જ સાજા થઇ ગયા હતા. તેમાંથી એક 25 વર્ષની મહિલા અને 32 વર્ષનો વ્યક્તિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 અને 30 મેના રોજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પૂણેની બી.જે. મેડિકલ કોલેજના અનુસાર રાજ્યમાં તાજેતરમાં જ નમૂનાની પુરી જીનોમ સીક્વેંસિંગમાં BA.2 સૌથી મુખ્ય વેરિએન્ટ હતા. ત્યારબાદ BA.2.38 નો નંબર હતો.  


મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના BA.5 વેરિએન્ટના વધુ બે કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે તેની જાણકારી આપી છે. બંને દર્દી થાને શહેરના છે અને વેક્સીનના બે ડોઝ લગાવવામાં આવ્યા છે. 

સાવધાન: કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, એક જ દિવસમાં બમણા કેસ નોંધાયા, 1000 નવા કેસ, બેના મોત


સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ઇન્ફેક્શનથી તે ઘરમાં સાજા થઇ ગયા હતા. તેમાંથી એક 25 વર્ષની મહિલા અને 32 વર્ષીય વ્યક્તિ છે. 28 અને 30 મેના રોજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પૂણેની બી.જે. મેડિકલ કોલેજના અનુસાર રાજ્યમાં તાજેતરમાં જ નમૂનાની પુરી જીનોમ સીક્વેંસિંગમાં BA.2 સૌથી મુખ્ય વેરિએન્ટ હતા. ત્યારબાદ BA.2.38 નો નંબર હતો.  


અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂનથી 13 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના કેસ 241 ટકા વધી ચૂક્યા છે. કોરોના કેસની સંખ્યા 5,127 થે વધીને 17,480 સુધી પહોંચી ગઇ છે, તે પણ ફક્ત 10 દિવસમાં. મહારાષ્ટ્રમાં મંગળવારે પણ કોરોનાથી એકનું મોત થયું હતું અને રાજ્યમાં મૃત્યું દર 1.86 ટકા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મે મહિનામાં 9354 કોવિડ 19 કેસ સામે આવ્યા હતા. તેમાંથી 5980 કેસ એકલા મુંબઇના હતા. ગત મહિને રાજ્યમાં 17 લોકોના મોત થયા હતા. 

Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામાન્ય વ્યક્તિ કેમ મતદાન ન કરી શકે? કેમ EVM નો થતો નથી ઉપયોગ, સમજો ગણિત


ભારતમાં મંગળવારે કોવિડના 6,594 ના નવા કેસ સામે આવ્યા અને 6 લોકોના મોત થયા છે. સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઇંફેક્શનના કુલ કેસના 0.12 ટકા છે જ્યારે કોરોનાથી સાજા થનાર લોકોનો રાષ્ટ્રીય દર 98.67 ટકા છે. ગત 24 કલાકમાં કોવિડ 19 ના સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 2,553 કેસનો વધારો થયો હતો. આંકડા અનુસાર ઇંફેક્શનના કારણે જે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી 2ના મોત અસમ અને એક-એક મોત ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્વિમ બંગાળમાં થયા છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube