Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામાન્ય વ્યક્તિ કેમ મતદાન ન કરી શકે? કેમ EVM નો થતો નથી ઉપયોગ, સમજો ગણિત

ભારતીય સંસદીય પ્રક્રિયા બિલકુલ બ્રિટનની માફક છે. અમેરિકામાં રાષ્ટ્રપ્તિ હેડ ઓફ સ્ટેટ હોવાની સાથે હેડ ઓફ ગવર્નમેન્ટ પણ હોય છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રપતિ રાજ્ય પ્રમુખ હોય છે, પરંતુ હેડ ઓફ ગવર્નમેન્ટ પ્રધાનમંત્રી હોય છે.

Presidential Election: રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામાન્ય વ્યક્તિ કેમ મતદાન ન કરી શકે? કેમ EVM નો થતો નથી ઉપયોગ, સમજો ગણિત

Presidential Election: ભારતના હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પુરો થવા આવ્યો છે. એવામાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઇએ યોજાવવાની છે. એવામાં સામાન્ય લોકોના મનમાં આ પદને લઇને ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે. આવો તેમાંથી કેટલાક પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. 

સામાન્ય જનતા કેમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરતી નથી મતદાન?
ભારતીય સંસદીય પ્રક્રિયા બિલકુલ બ્રિટનની માફક છે. અમેરિકામાં રાષ્ટ્રપ્તિ હેડ ઓફ સ્ટેટ હોવાની સાથે હેડ ઓફ ગવર્નમેન્ટ પણ હોય છે. પરંતુ ભારતમાં રાષ્ટ્રપતિ રાજ્ય પ્રમુખ હોય છે, પરંતુ હેડ ઓફ ગવર્નમેન્ટ પ્રધાનમંત્રી હોય છે. ભારતમાં સરકારને ચલાવવાની અસલી જવાબદારી પીએમના હાથમાં હોય છે. આપણા દેશમાં પીએમ હોય અથવા કોઇ બીજા મંત્રી, તે તમામ સંસદનો ભાગ જરૂર હોય છે. એવામાં જો રાષ્ટ્રપતિને વોટ જનતા આપશે તો દેશની સૌથી મોટા ચૂંટાયેલા નેતા તે જ થઇ જશે, જ્યારે આપણા દેશમાં સરકારના પ્રમુખ પ્રધાનમંત્રી હોય છે. આ અસમંજસથી બચવા માટે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ઇનડાયરેક્ટ હોય છે અને તેમને જનતા માટે પ્રતિનિધિ ચૂંટે છે. 

દરેક સાંસદના વોટની વેલ્યૂ એક સમાન
રાષ્ટ્રપતિને ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્રારા કરવામાં આવે છે. ઇલેક્ટોરલ કોલેજમાં બંને સદન એટલે કે લોકસભા અને રાજ્યસભાના તમામ ચૂંટાયેલા સભ્યો અને તમામ વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો સામેલ હોય છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને 'ઇલેક્ટોરલ કોલેજ' કહેવામાં આવે છે અને તેમાંથી દરેક એકને 'ઇલેક્ટર' કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરેક સાંસદના વોટની વેલ્યૂ સમાન હોય છે, પછી ભલે તેનો સંસદીય વિસ્તારો નાનો હોય કે મોટો. એટલે કે ભલે યુપી જેવા મોટા રાજ્યના સાંસદના વોટની વેલ્યૂ હોય કે સિક્કમ કે ગોવા જેવા નાના રાજ્યો અથવા કોઇ અન્ય રાજ્યના સાંસદ, તેમના વોટની વેલ્યૂ બરાબર હોય છે. 

જોકે MLA ના વોટોની વેલ્યૂ એક સમાન હોતી નથી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ધારાસભ્યોના વોટની વેલ્યૂ જનસંખ્યાના આધાર પર નક્કી હોય છે. એટલા માટે કે જનસંખ્યાની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીના એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધુ 208, જ્યારે સિક્કિમન એક ધારાસભ્યના વોટની વેલ્યૂ સૌથી વધુ 7 છે. 

EVM વડે કેમ મતદાન થતું નથી? 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના પ્રથમ વ્યક્તિ એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં EVM ઉપયોગ થતો નથી. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સાંસદ અને ધારાસભ્ય બેલેટ પેપર પર પોતાની પસંદના ઉમેદવારની આગળ 1,2,3,4,5 મુજબ પ્રેફરેંસ વોટિંગ કરે છે. તેના માટે તમામ રાજ્યો અને  UT ના ચૂંટાયેલા ધારાસભ્યો અને સદનના તમામ ચૂંટાયેલા સભ્યોને બેલેટ પેપર આપવામાં આવે છે. સાંસદોને લીલા રંગના બેલેટ પેપર અને ધારાસભ્યોને ગુલાબી રંગના બેલેટ પેપર આપવામાં આવે છે. એવા સાંસદો અને ધારાસભ્યોના બેલેટ પેપર અને તેમની વેલ્યૂને અલગ-અલગ સમજવાની દ્રષ્ટિએ કરવામાં આવે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news