નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના આશરે 5500 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1500થી વધુ લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાને લીધે વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. રાજધાનીમાં આજે સંક્રમણ દર વધીને 8.37 ટકા થઈ ગયો છે. હવે અહીં સંક્રમિત દર્દીઓનો આંકડો વધીને 14.63 લાખને પાર પહોંચી ગયો છે. સંક્રમણ વધવાથી લોકોમાં ડરનો માહોલ છે. સોમવારે કોરોનાના 4099 કેસ મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય વિભાગ તરફથી મંગળવારે જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જ્યાં કોરોનાના 5481 કેસ મળ્યા છે તો ત્રણ લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક વધીને 25113 પર પહોંચી ગયો છે. બુલેટિન અનુસાર આજે 1575 દર્દી સંપૂર્ણ રીતે સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 14,63,701 થઈ ગઈ છે અને હવે 8593 દર્દી હોમ આઇસોલેશનમાં છે. 


ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ફરકાવ્યો તિરંગો, નવા વર્ષે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ


દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આજે દિલ્હીમાં કુલ 65487 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 50461 આરટીપીસીઆર/સીબીએનએએટી/ટ્રૂનેટ ટેસ્ટ અને 15026 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી કુલ 32,99,8171 ટેસ્ટ થયા છે અને પ્રતિ 10 લાખ લોકો પર 17,36,745 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અહીં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા ફરી વધીને 2992 થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube