નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1.52 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 3100થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર પડેલા આંકડા મુજબ 24 કલાકમાં 1.65 લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3460 દર્દીના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં 1.52 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1,52,734 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,80,47,534 પર પહોંચ્યો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 3128 દર્દીના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 3,29,100 થયો છે. જો કે હવે દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 2,38,022 દર્દીઓ રિકવર થયા. આ સાથે કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 2,56,92,342 થઈ છે. હાલ 20,26,092 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કુલ 21,31,54,129 રસીના ડોઝ અપાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube