Covid-19 Updates: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર! જાણો શું છે લેટેસ્ટ અપડેટ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે અને નવા કેસની સાથે મોતના આંકડામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો કહેર ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે અને નવા કેસની સાથે મોતના આંકડામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 1.86 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3600થી વધુ લોકોના મોત થયા છે.
દેશભરમાં 24 કલાકમાં બે લાખથી ઓછા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા 1,86,364 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,75,55,457 પર પહોંચી ગયો છે. જ્યારે 23,43,152 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 2,48,93,410 લોકો રિકવર થયા છે. આ અગાઉ ગુરુવારે બહાર પડેલા આંકડા મુજબ નવા 2.11 લાખ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3842 દર્દીઓના જીવ ગયા હતા. જ્યારે 26મી મેના રોજ 2.08 લાખ નવા કેસ નોંધાયા હતા અને 4157 દર્દીઓના મોત થયા હતા.
Black Fungus નો કહેર ફક્ત ભારતમાં જ કેમ જોવા મળી રહ્યો છે? જાણો શું કહે છે તજજ્ઞો
એક દિવસમાં 3600થી વધુ લોકોના મોત
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ એક દિવસમાં કોરોનાના કારણે 3,660 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મોતનો આંકડો 3,18,895 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 2,59,459 લોકો રિકવર પણ થયા છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 20,57,20,660 ડોઝ અપાયા છે.
Corona Vaccine ના એક ડોઝને લીધે મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ
ગુરુવારે 20 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગુરુવારે દેશભરમાંથી 20,70,508 કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો 33,90,39,861 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube