Black Fungus નો કહેર ફક્ત ભારતમાં જ કેમ જોવા મળી રહ્યો છે? જાણો શું કહે છે તજજ્ઞો

દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 11 હજારથી વધુ બ્લેક ફંગસના કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે અનેક રાજ્યો પહેલેથી બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી જાહેર કરી ચૂક્યા છે. 

May 28, 2021, 06:56 AM IST

દેશમાં કોરોના મહામારી સાથે બ્લેક ફંગસનો કહેર પણ વધવા લાગ્યો છે. નબળી ઈમ્યુનટી અને સ્ટેરોઈડનો ઉપયોગ તેને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. ડોક્ટરો દ્વારા આ મામલે અલગ અલગ થિયરી રજુ કરાઈ રહી છે. પરંતુ સવાલ ઉઠે છે કે જે પ્રકારે ભારતમાં બ્લેક ફંગસની બીમારી બેકાબૂ થઈ રહી છે તેવી અન્ય કોઈ દેશમાં જોવા મળી રહી નથી. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 11 હજારથી વધુ બ્લેક ફંગસના કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે અનેક રાજ્યો પહેલેથી બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી જાહેર કરી ચૂક્યા છે. 

1/7

કેમ ફેલાઈ રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન?

કેમ ફેલાઈ રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન?

ભારતમાં બ્લેક ફંગસથી જે લોકો પીડાઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના કોરોના સંક્રમણ કે પછી ડાયાબિટિક પેશન્ટ છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ભારતમાં નબળી ઈમ્યુનિટીવાળા દર્દીઓમાં કોરોના સંક્રમણ ઉપરાંત અન્ય બીમારીઓનું જોખમ પણ વધ્યું છે. કહેવાય છે કે ખાસ કરીને ગંદા માસ્કનો ઉપયોગ, હાઈ શુગર અને કેટલાક કેસમાં ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજન, જેના પર લોકો વધુ નિર્ભર છે સહિત અન્ય કારણોથી ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. આ ઉપરાંત શરીરમાં ધીમી ઉપચારાત્મક ક્ષમતાના કારણે પણ દર્દીઓમાં બ્લેક  (Black Fungus)અને વ્હાઈટ  (White Fungus) ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. 

2/7

73 મિલિયન શુગર દર્દીઓને વધુ જોખમ

73 મિલિયન શુગર દર્દીઓને વધુ જોખમ

શાર્પ સાઈટ આઈ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યાં મુજબ સંયુક્ત રાજ્ય અમેરિકાના રોગ નિયામક, નિયંત્રણ અને રોકથામ કેન્દ્રના આંકડા મુજબ મ્યુકરમાઈકોસિસ કે બ્લેક ફંગસથી મૃત્યુ દર 54 ટકા છે. શાર્પ સાઈટ આઈ હોસ્પિટલના ડાયરેસ્ટર અને સહ સંસ્થાપક ડો.બી કમલ કપૂરે જણાવ્યું કે ભારતની એડલ્ટ વસ્તીમાં શુગરના અંદાજે 73 મિલિયન કેસ છે. રોગ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે સ્ટેરોઈડના ઉપયોગથી પણ શુગરનું સ્તર વધી જાય છે. જેનાથી ડાયાબિટિસ સંબધિત જટિલતા વધી જાય છે. 

3/7

માસ્કનો વારંવાર ઉપયોગ કરવાનું બંધ કરો

માસ્કનો વારંવાર ઉપયોગ કરવાનું બંધ કરો

ભારતીયોમાં ડોક્ટરની ભલામણ વગર પોતાની જાતે દવાઓ લેવાનું પણ બીમારી વધવાનું કારણ છે, જેના કારણે દર્દીઓને સાજા થવામાં સામાન્ય કરતા વધુ સમય લાગે છે. આ કારણસર દર્દીઓમાં વધુ જટિલતા પણ પેદા થઈ રહી છે અને અનેક પ્રકારે ઈન્ફેક્શન વધી રહ્યું છે. આ મુદ્દે જોધપુર AIIMS હોસ્પિટલના ઈએનટી હેડ અને પ્રોફેસર ડો.અમિત ગોયલે જણાવ્યું કે ભારતમાં બે ચીજો મુખ્ય છે, અનેક લોકો શુગર રોજ ચેક કરતા નથી અને કાં તો દવાઓ ખાતા નથી. લોકોનું માનવું હોય છે કે જો એકવાર દવા શરૂ કરી દીધી તો જીવનભર લેવી પડશે. મને લાગે છે કે ભારતની સરખામણીએ અન્ય બીજા દેશોમાં અનમોનિટર્ડ સ્ટેરોઈડનો ઉપયોગ થયો નથી. જો કે તેના પર જ્યારે રિસર્ચ થશે ત્યારે સંપૂર્ણ જાણકારી મળશે કે આવું કેમ થયું? તેમણે વધુમાં જણાવ્યું કે આપણા ત્યાં સ્વચ્છતા ન રહેવી એ પણ એક કારણ હોઈ શકે છે. લોકો ઉપયોગમાં લીધેલા માસ્ક ફરી ફરીને વાપરી રહ્યા છે.

4/7

ભારતમાં ઝડપથી વધી રહ્યા છે ફંગસના કેસ

ભારતમાં ઝડપથી વધી રહ્યા છે ફંગસના કેસ

આ સવાલના જવાબમાં ડો. ગોયલે કહ્યું કે જો આપણે યુએસ અને ભારતની એક ટકા વસ્તીની સરખામણી કરીએ તો બંનેમાં ફરક હશે કારણ કે તેઓ કહેવામાં એક ટકા છે પરંતુ નંબર્સ અલગ અલગ હશે. એ પણ એક કારણ હોઈ શકે છે, પરંતુ જે પ્રકારે આપણા ત્યાં કેસ આવી રહ્યા છે તે અન્ય જગ્યાએ જોવા મળતા નથી. તેનો જવાબ ત્યારે જ મળી શકે જ્યારે અન્ય દેશોના ડાયાબિટિસના દર્દીઓની સરખામણી આપણા દેશ સાથે થાય અને જોવામાં આવે કે અહીં અને અન્ય દેશોમાં ડાયાબિટિસની જે પ્રિવેલન્સ છે તેની સરખામણીએ શું આપણા ત્યાં ફંગસની પ્રિવેલન્સ વધુ આવી રહી છે?

5/7

ઘર પર ન થઈ શકે બ્લેક ફંગસની સારવાર

ઘર પર ન થઈ શકે બ્લેક ફંગસની સારવાર

ડોક્ટરોના જણાવ્યાં મુજબ બ્લેક ફંગસની ખાસિયત એ પણ છે કે તેના દર્દીની સારવાર ઘરે ન થઈ શકે. તેણે હોસ્પિટલ જવું જ પડશે. કોરોના સંક્રમિત, ઓછી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો જો લાંબા સમય સુધી આઈસીયુમાં રહે, કેન્સર, કીમોથેરાપીવાળા દર્દીઓ, સ્ટેરોઈડનો ઉપયોગ કરનારા દર્દીઓ અને બેકાબૂ ડાયાબિટિસના દર્દીઓમાં મોટાભાગે બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. સર ગંગારામ હોસ્પિટલના ડો.(પ્રો) અનિલ અરોડા, (ચેરમેન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર, ગેસ્ટ્રોએન્ટરોલોજી એન્ડ પેન્ક્રિયાટિકોબિલરી સાયન્સ) એ જણાવ્યું કે મેડિકલ લિટરેચરમાં જોઈએ તો મોટાભાગનું ફંગલ ઈન્ફેક્શન ભારતથી રિપોર્ટેડ છે. બાકીના નાના દેશોમાં વસ્તી ઓછી છે અને કુલ કેસ પણ ઓછા છે. ભારતમાં સેકન્ડ વેવના છેલ્લા પડાવમાં પણ 2 લાખ જેટલા કોરોના કેસ આવી રહ્યા છે. 

6/7

આ અંગોને સૌથી વધુ અસર કરે છે ફંગસ

આ અંગોને સૌથી વધુ અસર કરે છે ફંગસ

ઓસ્ટ્રેલિયામાં કુલ 30 હજાર કોરોના સંક્રમિત દર્દીઓ મળ્યા છે આ ઉપરાંત ભારતમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ બ્લેક ફંગસ અલગ અલગ પ્રકારે નાકના નસકોરા, સાઈનસ, રેટિના વાહિકાઓ અને મગજને મુખ્ય રીતે પ્રભાવિત કરે છે. દિલ્હીના LNJP હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગના પ્રમુખ ડો.ઋતુ સક્સેનાએ જણાવ્યું કે આપણા ત્યાં વધુ પ્રમાણમાં સ્ટેરોઈડ લેવુ, અહીંના વાતાવરણની સ્થિતિ પણ એક કારણ હોઈ શકે છે. ત્રીજુ કારણ ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરરવો, ઝિંકનો વધુ ઉપયોગ થવો. આ બધા કારણ હોઈ શકે છે પરંતુ હાલ તો થિયરી છે કઈ પણ હજુ સાબિત થયું નથી. 

7/7

બ્લેક ફંગસની સારવારમાં આ ઈન્જેક્શન કારગર!

બ્લેક ફંગસની સારવારમાં આ ઈન્જેક્શન કારગર!

ભારતમાં લોકોએ બેદરકારી વર્તી, દવાઓના મામલે ઘરે પણ સ્ટેરોઈડ લઈ રહ્યા હતા. બ્લેક ફંગસ તે દર્દીઓમાં વધુ જોવા મળે છે જેમણે ઘરે સારસંભાળ રાખી અથવા તો પ્રાઈવેટ હોસ્પિટલમાં જેમની સારવાર થઈ. સરકારી હોસ્પિટલમાં આવા દર્દીઓ ઓછા જોવા મળ્યા છે. LNJP હોસ્પિટલમાંથી જેટલા દર્દીઓ ગયા તેમાંથી  ગણ્યા ગાંઠ્યા દર્દી જ પાછા સારવા કરાવવા આવ્યા. જો કે મળતી માહિતી મુજબ આ બીમારીને પહોંચી વળવા માટે ડોક્ટર લિપોસોમલ એમ્ફોટેરેસિરિન બી  (liposomal amphotericin b) નામના ઈન્જેક્શનનો ઉપયોગ કરે છે. આ દવાનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારે પાંચ વધુ કંપનીઓને તેને બનાવવાનું લાઈસન્સ આપ્યું છે. બીજી અન્ય જાણકારી એ પણ સામે આવી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્દેશ અપાયા છે કે આ દવા દુનિયાના જે પણ ખૂણે ઉપલબ્ધ હોય, ત્યાંથી ભારત લાવવામાં આવે.