નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી (Corona Virus) વિરુદ્ધ જારી લડાઈ હવે એક પગલું આગળ વધી ગઈ છે. સોમવારે સામાન્ય જનતા માટે કોરોના રસીકરણ (Corona vaccination) ની શરૂઆત થઈ છે. તે માટે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો પાત્ર હશે. રસીકરણ માટે કો-વિન 2.0 પોર્ટલ અને આરોગ્ય સેતુએપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.  સરકારી હોસ્પિટલમાં રસી ફ્રી મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝના 250 રૂપિયા ચાર્જ લાગશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઓડિશાના સીએમ નવીન પટનાયક અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ વેક્સિન લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે કોઈપણ વ્યક્તિ ગમે તે કેન્દ્ર પર જઈ કોરોનાની રસી લગાવડાવી શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સવારે 9 કલાકથી શરૂ થઈ છે. રજીસ્ટ્રેશન માટે તમારે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, બેન્ક કે પોસ્ટ ઓફિસની ફોટોવાળી પાસબુક સહિત સરકારે મંજૂર કરેલા 12 ઓળખ પત્રમાંથી કોઈ એકની જરૂર પડશે. 


આ પણ વાંચોઃ Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ


ઉપરાષ્ટ્રપતિએ લગાવડાવી વેક્સિન
પીએમ મોદી બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Vice President Venkaiah Naidu) એ પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હવે બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. રસી લીધા બાદ નાયડૂએ કહ્યુ કે, રસીકરણના આ તબક્કામાં પાત્ર બધા નાગરિકોને અપીલ કરુ છું કે કોરોના વાયરસ વિરુદ્ધ અભિયાનમાં આગળ વધીને સામેલ થાય અને રસીનો ડોઝ લે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube