Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ

આજે વહેલી સવારે પીએમ મોદી સામાન્ય વ્યક્તિની માફક સુરક્ષા વિના દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેનો એક્સક્યુઝિવ વીડિયો છે. તેમને મેસેજ પુરો પાડ્યો હતો અને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે. 

Updated By: Mar 1, 2021, 03:35 PM IST
Exclusive Video: PM Modi સામાન્ય વ્યક્તિની માફક પહોંચ્યા AIIMS, આપ્યો મોટો સંદેશ

નવી દિલ્હી: કોરોના વેક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) ના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પહેલાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે સવારે દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) માં કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવ્યો. પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવી છે અને હવે તેમને 28 દિવસ પછી આગામી ડોઝ આપવામાં આવશે. 

ત્યારે આજે વહેલી સવારે પીએમ મોદી સામાન્ય વ્યક્તિની માફક સુરક્ષા વિના દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેનો એક્સક્યુઝિવ વીડિયો છે. તેમને મેસેજ પુરો પાડ્યો હતો અને વિપક્ષની બોલતી બંધ કરી દીધી છે. 

પુડુચેરીની નર્સએ પીએમને લગાવી વેક્સીન
પીએમ મોદી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને દિલ્હી સ્થિત એમ્સ (AIIMS) કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેદા (Sister P Niveda) એ વેક્સીનનો ડોઝ આપ્યો. પીએમ મોદીએ રસી લગાવતો પોતાનો ફોટો શેર કર્યો, જેમાં તે અસમિયા ગમછો પહેરેલા જોવા મળી રહ્યા છે અને હસતાં હસતાં રસી લગાવી રહ્યા છે. તેમની સાથે આ ફોટામાં સિસ્ટર નિવેદા ઉપરાંત કેરલની રહેવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જોવા મળી રહી છે. 

Gold Price Today, 1 March 2021: 10,000 રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે સોનું, હવે વધશે ભાવ!

રસી લગાવ્યા બાદ પીએમ મોદી સાથે શું થઇ વાત
પીએમ મોદીને રસી લગાવ્યા બાદ નર્સ નિવેદાએ પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે ડીડી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે 'મારું નામ નિવેદા છે. હું પુડુચેરીથી છું. એમ્સમાં ત્રણ વર્ષથી કામ કરી રહી છું. આજે સવારે ખબર પડી કે પીએમ સર વેક્સીનેશન માટે આવી રહ્યા છે. સરને વેક્સીન લગાવવા માટે મને બોલાવવામાં આવી. અહીં આવીને ખબર પડી કે સર આવી ગયા છે. તેમને જોઇને સારું લાગ્યું. સરને ભારત બાયોટેકની વેક્સીન આપવામાં આવી છે. 28 દિવસ બાદ બીજો ડોઝ લગાવવામાં આવશે. નર્સ નિવેદાએ જણાવ્યું કે 'આ દરમિયાન સર (પ્રધાનમંત્રી) સાથે વાત થઇ. સરે મને પૂછ્યું કે તમે ક્યાંથી છો. રસી લગાવ્યા પછી કહ્યું કે વેક્સીન લગાવી પણ દીધી, ખબર પણ ન પડી. 

Auto પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક ઘર, આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

વિપક્ષને આકરો જવાબ
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશનનું કામ શરૂ થયું હતું, ત્યારથી કોરોના વોરિયર્સને વેક્સીન આપવામાં આવી. આ દરમિયાન ઘણીવાર માંગ ઉઠી હતી કે પ્રધાનમંત્રી મોદીને પણ વેક્સીન લેવી જોઇએ, જેથી લોકોમાં વિશ્વાસ જાગે. સાથે જ કેટલાક રાજકીય દળો, રાજ્ય સરકારોએ જન-પ્રતિનિધિઓને વેક્સીન મળવાની વાત કહી હતી. 

તમામ યોગ્ય વ્યક્ત રસી લગાવે: પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યું કે 'એમ્સ (AIIMS) માં કોવિડ 19 વેક્સીન (Covid-19 Vaccine) નો પ્રથમ ડોઝ લીધો. ઉલ્લેખનીય છે કે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોવિડ 19 વિરૂદ્ધ વૈશ્વિક લડાઇને મજબૂત કરવા માટે ઓછા સમયમાં કામ કર્યું છે. હું તે તમામને રસી લગાવવાની અપીલ કરું છું, જે વૈક્સીન લેવા માટે યોગ્ય છે. સાથે આવે અને ભારતને કોરોના વાયરસ મુક્ત બનાવે. 

પીએમ મોદીએ લગાવી સ્વદેશી વેક્સીન
એએનઆઇના અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin) નો પ્રથમ ડોઝ લીધો છે અને દિલ્હી સ્થિત એમ્સમાં કામ કરનાર પુડુચેરીની નર્સ પી નિવેડા (Sister P Niveda) એ વેક્સીન આપી હતી. તમને જણાવી દઇએ કે કોવેક્સીન, ભારત બાયોટેક દ્રારા નિર્મિત વેક્સીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયાએ કોવેક્સીન ઉપરાંત ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીન કોવિશિલ્ડ  (Covishield) ને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે અનુમતિ આપી છે.

સતત વધી રહ્યા છે કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં બુધવારે 6 દિવસમાં ત્રીજીવાર સંક્રમણના કેસ 13 હજારથી વધુ સામે આવ્યા છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, કેરલ, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને જમ્મૂ કાશ્મીર સહિત ઘણા રાજ્યો તથા કેંદ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ 19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખતાં ઉચ્ચસ્તરીય ટીમ મોકલી છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં કોવિડ 19 રસીકરણના આગામી તબક્કાના અભિયાનને લઇને નિર્ણય કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube