Omicron symptom: ઓમિક્રોનનું આ લક્ષણ ફક્ત ત્વચા પર જોવા મળે છે, દેખાય તો તરત સાવધાન થઈ જાઓ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. રાજ્યોમાં પ્રતિબંધોનો દોર શરૂ થઈ ગયો છે. ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તેનો સંક્રામકતા દર ખુબ વધુ છે અને કોઈ પણ તેની ઝપેટમાં સરળતાથી આવી શકે છે.
Omicron symptom: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસ ચિંતાજનક છે. રાજ્યોમાં પ્રતિબંધોનો દોર શરૂ થઈ ગયો છે. ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તેનો સંક્રામકતા દર ખુબ વધુ છે અને કોઈ પણ તેની ઝપેટમાં સરળતાથી આવી શકે છે. ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોનના લક્ષણ પણ અલગ છે. હેલ્થ એક્સપર્ટ્સ લક્ષણો પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી રહ્યા છે. જેથી કરીને સમયસર તેને રોકી શકાય.
ઓમિક્રોનના સામાન્ય લક્ષણ
હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે ઓમિક્રોનના અત્યાર સુધીમાં અનેક લક્ષણો અંગે લોકો જાણી ચૂક્યા છે પણ એક લક્ષણ એવું છે જેના પર લોકોનું ધ્યાન જતું નથી. એક્સપર્ટ્સે લોકોને પોતાની ત્વચા પર ધ્યાન આપવાની સલાહ આપી છે. આ વેરિએન્ટના કારણે ત્વચા પર રેશેઝ (Skin rashes) થઈ શકે છે. ZOE કોવિડ લક્ષણ સ્ટડી એપ મુજબ ઓમિક્રોનથી સંક્રમિત મોટાભાગના લોકોએ સ્કિન પર ચકામાની ફરિયાદ કરી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એક પ્રમુખ લક્ષણ છે અને તેને બિલકુલ નજરઅંદાજ કરવું જોઈએ નહીં.
બજારમાં આવી ગઈ કોરોનાની દવા Molnupiravir, જાણો તેની કિંમત અને કઈ રીતે મળી શકશે
બે પ્રકારના Skin rashes
એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓમિક્રોનમાં બે અલગ અલગ પ્રકારના ત્વચા રેશેઝ જોવા મળી શકે છે. પહેલા ત્વચા રેશેઝમાં ખુબ વધુ અને અચાનક ઉભરે છે. આ નાના નાના દાણાની જેમ હોઈ શકે છે. જેમાં ખુબ ચળ આવે છે. સામાન્ય રીતે આ ખણજ હથેળીઓ કે પગના તળવામાંથી શરૂ થાય છે. બીજા પ્રકારના રેશેઝમાં તે અળાઈઓની જેમ લાગે છે જે સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. જો કે કોણી, ઘૂંટણ અને હાથ પગની ત્વચા પર વધુ જોવા મળે છે.
ડોક્ટર્સની ચેતવણી
લંડનના એક ડોક્ટરે પહેલા પણ ચેતવણી આપી હતી કે ઓમિક્રોનથી સંક્રમિત બાળકોમાં ચકામા જોવા મળ્યા હતા. જો કે મોટામાં આ લક્ષણ ઓછા જોવા મળે છે. ડો. ડેવિડ લોયડે ધ સનને જણાવ્યું હતું કે તેમણે લગભગ ઓમિક્રોનના 15 ટકા યુવા દર્દીઓમાં પણ રેશેઝ જોયા છે. આ ઉપરાંત તેમનામાં થાક, માથાનો દુખાવો, ભૂખ ન લાગવી જેવી સમસ્યા પણ જોવા મળી હતી. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે રેશેઝની સાથે આ લક્ષણોની ઓળખ કરવી ખુબ જરૂરી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે લક્ષણો પર ધ્યાન ન આપવાથી કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.
Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ
આ લક્ષણો ઉપર પણ આપો ધ્યાન
કોરોનાના મુખ્ય લક્ષણોમાં અત્યાર સુધીમાં ઉધરસ, ખુબ તાવ, અને સ્વાદ સુગંધ જતા રહેવા જેવા લક્ષણો છે. પરંતુ ઓમિક્રોનમાં આ લક્ષણો જોવા મળતા નથી. એપ પર ઉપલબ્ધ ડેટા મુજબ ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવનારાને 48 કલાકમાં લક્ષણો જોવા મળે છે. જેમાં નાક ગળવું, ગળામાં કઈંક ખૂંચવું, માથાનો દુખાવો, થાક અને છીંક જેવા લક્ષણો છે. આ ઉપરાંત પીઠના નીચેના ભાગમાં દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, રાતે પરસેવો આવવો એ પણ ઓમિક્રોનના ખાસ લક્ષણો છે. જો કે આ લક્ષણોના કારણે હાલ હળવી બીમારીના સંકેત જ મળી રહ્યા છે પરંતુ જેમણે હજુ સુધી વેક્સીન નથી લીધી તેમનામાં આ બીમારી ગંભીર થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube