Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ સાથે મસ્તી કરતા યુવકને અચાનક સાપ એવી જગ્યાએ દંશ મારે છે કે જોઈને ચોંકી જશો. જો કે આ સાથે તમને વીડિયો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે એ વાત ચોક્કસ છે. આ વીડિયોમાં યુવક સાંપ સાથે કરતબ દેખાડી રહ્યો હતો. 

Shocking Video: સાપ સાથે મસ્તી ભારે પડી, અચાનક ઉછળીને યુવકના પ્રાઈવેટ પાર્ટ પર માર્યો દંશ

Snake Bite Video: સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ સાથે મસ્તી કરતા યુવકને અચાનક સાપ એવી જગ્યાએ દંશ મારે છે કે જોઈને ચોંકી જશો. જો કે આ સાથે તમને વીડિયો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે એ વાત ચોક્કસ છે. આ વીડિયોમાં યુવક સાંપ સાથે કરતબ દેખાડી રહ્યો હતો. 

સાપ સાથે મસ્તી કરવી ભારે પડી
વડીલો પણ કહે છે કે સાપથી હંમેશા દૂર રહેવું જોઈએ અને તેની સાથે મજાક મસ્તી પણ કરવી જોઈએ નહીં. કારણ કે સાપ સાથે પંગો લેવાનો મતલબ છે કે પોતાના જીવનું જોખમ લઈ લેવું. જો કે આ વ્યક્તિને કદાચ આ વાત ભેજામાં ઉતરી નહીં. તેનું પરિણામ વ્યક્તિ માટે ભારે ચિંતાજનક આવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એ જ જોવા મળી રહ્યું છે. 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સાપની પૂંછડી પકડીને તેની સાથે કરતબ દેખાડી રહ્યો છે. આ દરમિયાન સાપ ખુબ એગ્રેસિવ જોવા મળી રહ્યો છે. વીડિયોની પહેલી ફ્રેમમાં જ સાપ તે વ્યક્તિ પર ઝપટ મારતો જોવા મળે છે. જો કે સાપના પહેલા હુમલાથી તો વ્યક્તિ પોતાને બચાવવામાં સફળ રહે છે. ત્યારબાદ એકવાર ફરીથી સાપની પૂંછડી પકડીને કરતબ દેખાડવા લાગે છે. જુઓ વીડિયો....

ઉછળીને ડંશ મારી દે છે સાપ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલીવારના સાપના હુમલાથી બચ્યા બાદ સાપ એકવાર ફરીથી તે વ્યક્તિ પર હુમલો કરે છે. આ વખતે જેવો વ્યક્તિ પાછળથી તેની પૂંછડી પકડે છે સાપ ઘૂમીને ઉછળે છે અને વ્યક્તિ જોર જોરથી બૂમો પાડવા લાગે છે. તે યેનકેન પ્રકારે સાપથી પોતાનો પીછો છોડાવી લે છે. 

વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 1dangerous_indian નામના એકાઉન્ટથી શેર કરાયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ લાઈક કર્ય છે. જ્યારે વીડિયો ખુબ ઝડપથી જોવાઈ રહ્યો છે. વીડિયો પર લોકોની મજેદાર કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યૂઝરે કમેન્ટ કરતા લખ્યું કે સાપ સાથે મસ્તી કરવી જોઈએ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news