Corona Cases In India: કેરલમાં કોરોનાના કેસ એકવાર ફરી વધી રહ્યાં છે. અહીં સોમવારે કોવિડ-19ના 111 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે હવે રાજ્યમાં સારવાર કરી રહેલા દર્દીઓની સંખ્યા 1634 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય કેરલમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા વધી 72 હજાર 53 થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ન ડરવાની સલાહ આપતા સાવચેત રહેવાનું કહ્યું છે. 


કેન્દ્રએ કર્યા એલર્ટ
દેશમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસ વચ્ચે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત દેખરેખ રાખવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, "કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સતત અને સહયોગી કાર્યને કારણે, અમે (COVID-19) કેસની સંખ્યા ઘટાડવામાં સફળ થયા છીએ."


આ પણ વાંચોઃ દેશમાં કોરોનાએ ચિંતા વધારી, 5 લોકોના મોત, કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી


તેમણે કહ્યું, “જો કે, કોવિડ-19 વાયરસનો પ્રકોપ ચાલુ છે. તેથી, જાહેર આરોગ્યના પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ગતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.


કેરવ અને તમિલનાડુનો ઉલ્લેખ
પંતે કહ્યુ કે હાલમાં કેરલ જેવા કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં કોવિડ-19ના જેએન.1 વેરિએન્ટનો પ્રથમ કેસ આઠ ડિસેમ્બરે કેરલમાં સામે આવ્યો હતો. આ પહેલા તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લાનો એક યાત્રી સિંગાપુરમાં જેએન.1 વેરિએન્ટના સ્વરૂપથી સંક્રમિત મળ્યો હતો. 


તેમણે ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી (SARI) ના જિલ્લા આધારિત કેસોની વહેલાસર તપાસ માટે તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવા જણાવ્યું છે.


આ પણ વાંચોઃ લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધી કુલ 92 સાંસદો સસ્પેન્ડ


રાજ્યોને શું સલાહ આપી?
રાજ્યોને તે પણ સલાહ આપવામાં આવી છે કે તે દરેક જિલ્લામાં કોવિડ19 તપાસ દિશાનિર્દેશો અનુસાર ટેસ્ટ નક્કી કરે અને આરટી-પીસીઆર અને એન્ટીજન ટેસ્ટની ભાગીદારી બનાવી રાખે.


તેમના પત્રમાં, પંતે આરટી-પીસીઆર પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવાની અને જિનોમ સિક્વન્સિંગ માટે ચેપગ્રસ્ત મળી આવેલા નમૂનાઓને ભારતીય SARS CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) પ્રયોગશાળાઓમાં મોકલવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જેથી નવા પ્રકારને શોધી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube