દેશમાં કોરોનાએ ચિંતા વધારી, 5 લોકોના મોત, કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને જાહેર કરી એડવાઇઝરી
Coronavirus New Variant: દુનિયામાં આશરે એક વર્ષ બાદ માસ્કનો સમય ફરી આવી ગયો છે. કોરોનાના ઘાતક વેરિએન્ટે દુનિયામાં ચિંતા ઉભી કરી છે. ભારતમાં અત્યાર સુધી આ વેરિએન્ટથી પાંચ લોકોના મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં અચાનક વધારો થયો છે. દેશમાજં પ્રથમ જેએન.1 વેરિએન્ટ ડિટેક્ટ થઈ ચુક્યો છે. તેને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ચુકી છે. કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈ ઉભી થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે. આ સિવાય જિલ્લા સ્તર પર આવનાર એસએઆરઆઈ અને આઈએલઆઈ કેસના રિપોર્ટના સર્વેલન્સનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અહીં મળનાર પોઝિટિવ સેમ્પલને જીનોમ સીક્વેન્સિંગ માટે આઈએનએસએસીઓજી લેબમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.
દેશમાં 24 કલાકમાં 335 કેસ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય કોરોનાથી યુપી અને કેરલમાં પાંચ લોકોના મોત થયા છે. કેરલમાં વધતા કેસને જોતા કર્ણાટકમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અહીં સ્વાસ્થ્ય મંત્રીએ બધા વરિષ્ઠ નાગરિકો અને બીજી બીમારીથી પીડિત લોકોને માસ્ક લગાવવાની સલાહ આપી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં.
સિંગાપુરે પણ વધારી ચિંતા
દેશની સાથે સાથે દુનિયાભરમાં પણ કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યાં છે. સિંગાપુરમાં છેલ્લા બે સપ્તાહની અંદર 60 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે. તેને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી જાહેર કરી છે. નોંધનીય છે કે કોરોનાનો નવો સબ વેરિએન્ટ જેએન.1 ચિંતાનું કારણ બન્યો છે. આ નવા વેરિએન્ટે અમેરિકા અને ચીનના લોકોને પણ પોતાની ઝપેટમાં લીધા છે.
ચીન અને અમેરિકામાં વધી રહ્યાં છે કેસ
ચીન અને અમેરિકા પણ કોરોનાના વધતા કેસથી પરેશાન છે. આ દેશોમાં જેએન.2 સબ વેરિએન્ટ ચિંતાનું કારણ છે. માત્ર આ દેશોમાં જ નહીં પરંતુ આશરે 40 દેશોમાં અત્યાર સુધી નવો વેરિએન્ટ પહોંચી ચુક્યો છે. અમેરિકામાં છેલ્લા ચાર સપ્તાહમાં કોરોના કેસમાં 200 ટકાનો વધારો થયો છે. આ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા છે. આ સિવાય અન્ય કેટલા કેસ હશે તેનો માત્ર અંદાજ લગાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે