નવી દિલ્હી: આગામી દાયકા સુધીમાં કોવિડ-19 માટે જવાબદાર કોરોના વાયરસ (Coronavirus) સામાન્ય શરદી- ખાંસીવાળો વાયરસ રહેશે. રિસર્ચર મેગેઝિન વાયરસમાં (Viruses) પ્રકાશિત એક સ્ટડીમાં ગણિતના મોડેલોના આધારે એક અંદાજમાં દાવો કરવામાં આવ્યો છે. એવું લખ્યું છે કે આપણું શરીર વર્તમાન મહામારી દરમિયાન પ્રાપ્ત થયેલા અનુભવોથી ઇમ્યૂન સિસ્ટમમાં ફેરફાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમ્યૂન સિસ્ટમમાં આવી રહ્યુ છે પરિવર્તન
અમેરિકામાં યૂટા યુનિવર્સિટીના (The University of Utah) ગણિત અને જીવ વિજ્ઞાનના પ્રોફેસર ફ્રેડ એડલેરે કહ્યું કે, આ સંભવિત ભવિષ્ય દર્શાવે છે કે, જેના સમાધાન માટે હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. એડલેરે કહ્યું કે, વસ્તીના વિશાળ ભાગમાં મજબૂત ઇમ્યૂન સિસ્ટમ (Immune System) તૈયાર થઈ જવાથી આગામી દાયકામાં કોવિડ-19 બીમારીની તીવ્રતામાં ઘટાડો થશે.


આ પણ વાંચો:- કોરોનાને કારણે પુરુષોમાં જોવા મળી રહી છે આ ગંભીર સમસ્યા, Sex લાઈફ જોખમમાં!


વેક્સીનેશનની પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા
અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે, વાયરસના બદલાવની તુલનામાં આપણી ઇમ્યૂન સિસ્ટમમાં ફેરફારને લીધે બીમારીની તીવ્રતા ઓછી થશે. આ અધ્યયન મુજબ, રસીકરણ અથવા સંક્રમણ દ્વારા એડલ્ટ્સની ઇમ્યૂનિટી સારી હોવાથી આગામી દાયકા સુધી આ વાયરસથી કોઈ ગંભીર રોગ નહીં હોય. જો કે, સંશોધનકારોએ જણાવ્યું હતું કે, આ મોડેલમાં રોગના દરેક કેસ ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી. ઉદાહરણ તરીકે જો વાયરસનું ફરીથી ડિઝાઇન ઇમ્યૂન સિસ્ટમમાં પ્રવેશ કરે છે, તો કોવિડ-19 ગંભીર સ્વરૂપ લઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube