Alert...કોરોનાને કારણે પુરુષોમાં જોવા મળી રહી છે આ ગંભીર સમસ્યા, Sex લાઈફ જોખમમાં!
કોરોના વાયરસ (Corona Virus) થી સાજા થયા બાદ લોકોએ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) થી સાજા થયા બાદ લોકોએ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પર અસર કરી રહ્યો છે અને કોરોના સંક્રમિત થવાના કારણે પુરુષોમાં નપુંસકતા (Impotence) આવી શકે છે. આ અગાઉ પહેલા એવું કહેવાતું હતું કે કોરોના રસી મૂકાવવાથી નપુંસકતાનું જોખમ છે જો કે ડોક્ટરોએ તેને સંપૂર્ણ રીતે અફવા ગણાવી હતી.
યુનિવર્સિટી ઓફ મિયામીના સ્ટડીમાં ખુલાસો
યુનિવર્સિટી ઓફ મિયામીના રિસર્ચર્સ દ્વારા વર્લ્ડ જનરલ ઓફ મેન્સ હેલ્થમાં પ્રકાશિત સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અને સંક્રમિત ન થયેલા પુરુષોના ટિશ્યૂમાં અંતરને વિસ્તારથી જણાવ્યું છે.
પુરુષોમાં કેમ આવી રહી છે નપુંસકતા?
રિસર્ચ મુજબ કોરોના વયારસ શરીરમાં લોહીની નસોને નુકસાન પહોંચાડી શકે છે. જેનાથી શરીરના અનેક અંગોમાં લોહીના સપ્લાયને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં પુરુષોના પ્રાઈવેટ પાર્ટ પણ સામેલ છે. બ્લડ ફ્લો ઓછો થવાથી ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન (નપુંસકતા) ની સમસ્યા પેદા થઈ રહી છે.
કોરોના સંક્રમણ બાદ જોવા મળી નપુંસકતાની સમસ્યા
યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનના રિપ્રોડક્ટીવ યુરોલોજી પ્રોગ્રામના એસોસિએટ પ્રોફેસર અને ડાઈરેક્ટર રંજીથ રામાસામીએ આ સ્ટડીનું નેતૃત્વ કર્યું. ડો. રંજીથ રામાસામીએ કહ્યું કે અમે જોયું છે કે પુરુષ કોવિડથી સંક્રમિત થયા બાદ ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન (નપુસંકતા)ની ફરિયાદો કરવા લાગ્યા છે. નપુંસકતા વાયરસનો પ્રતિકૂળ પ્રભાવ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે