Covid-19: જૂનમાં માત્ર 10 જ દિવસમાં કોરોનાના 90 હજાર નવા કેસ, મૃત્યુના આંકડા પણ ચોંકાવનારા
દેશભરમાં કોવિડ 19 (Covid-19) થી સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે લગભગ 2.8 લાખની નજીક પહોંચી ગઈ જેમાંથી એક તૃતિયાંશ કેસ જૂન મહિનાના માત્ર 10 દિવસમાં જ સામે આવ્યાં છે. જો કે સારા સમાચાર એ છે કે પહેલીવાર સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કરતા વધુ થઈ છે. દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત કુલ સંખ્યામાં એક જૂન બાદ લગભગ 90 હજાર નવા કેસનો વધારો થયો છે. જ્યારે મૃતકોની સંખ્યામાં એક તૃતિયાંશનો વધારો પણ આ 10 દિવસમાં થયો.
નવી દિલ્હી: દેશભરમાં કોવિડ 19 (Covid-19) થી સંક્રમિત લોકોની સંખ્યા બુધવારે લગભગ 2.8 લાખની નજીક પહોંચી ગઈ જેમાંથી એક તૃતિયાંશ કેસ જૂન મહિનાના માત્ર 10 દિવસમાં જ સામે આવ્યાં છે. જો કે સારા સમાચાર એ છે કે પહેલીવાર સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કરતા વધુ થઈ છે. દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત કુલ સંખ્યામાં એક જૂન બાદ લગભગ 90 હજાર નવા કેસનો વધારો થયો છે. જ્યારે મૃતકોની સંખ્યામાં એક તૃતિયાંશનો વધારો પણ આ 10 દિવસમાં થયો.
એક કે બે નહીં...એકસાથે પાંચ મોરચે લડત લડી રહ્યો છે આપણો ભારત દેશ, જોઈએ છે જનતાનો સાથ!
ભારતમાં કોવિડ 9નો પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. પરંતુ ત્યારબાદ 100 દિવસથી વધુ સમયમાં 18મેના રોજ સંક્રમિતોની સંખ્યા એક લાખ સુધી પહોંચી. પછીના એક લાખ કેસ માત્ર 15 દિવસમાં સામે આવ્યાં અને વર્તમાન દરથી આ જ અઠવાડિયે આ સંખ્યા હવે 3 લાખ પર પહોંચી શકે છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી રોજના નવ હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.
હાલમાં અમેરિકા (America) , બ્રાઝિલ, રશિયા અને બ્રિટન બાદ ભારત કોવિડ 19થી ખુબ પ્રભાવિત શ્રેણીમાં પાંચમો પ્રભાવિત દેશ છે. પરંતુ કેસની સંખ્યાને જોતા ભારતનું બ્રિટન સાથેનું અંતર ઝડપથી ઓછું થઈ રહ્યું છે. બ્રિટનમાં સંક્રમણના કુલ 1.9 લાખ કેસ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ સંક્રમણથી થનારા મોતની સંખ્યામાં ભારતનું સ્થાન 12મું છે જ્યારે દર્દીઓના સાજા થવાના મામલે તે નવમાં સ્થાને છે.
મુંબઈ તો વુહાનથી પણ આગળ નીકળી ગયું, સંક્રમિતોના આંકડાએ તોડ્યો રેકોર્ડ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ ભાષાના આંકડા મુજબ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા બે લાખ 77 હજાર 286 થઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 8099 થઈ છે. જેમાં સાજા થનારા લોકોની સંખ્યા 1.4 લાખ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી તરફથી રાતે 9.40 વાગે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 2.8લાખથી વધુ છે.
સમગ્ર દુનિયામાં ચાર લાખથી વધુ લોકોના મૃત્યુ
ભારતમાં એક જૂનની સવાર સુધી સંક્રમિતોની સંખ્યા એક લાખ 90 હજારની આસપાસ હતી જ્યારે મૃતકોનો આંકડો 5400થી ઓછો હતો. તે સમયે 93000થી વધુ એક્ટિવ કેસ હતાં. જ્યારે 92000થી ઓછા લોકો સંક્રમણમાંથી સાજા થયા હતાં. વૈશ્વિક સ્તર પર કોવિડ 19ના 80 ટકા કેસમાં તે ઓછા જોખમી જોવા મળ્યાં છે. જ્યારે 20 ટકા લોકોમાં સ્થિતિ ગંભીર થઈ શકે છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. સમગ્ર દુનિયામાં 72 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે 34 લાખ લોકો આ બીમારીને માત આપવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં ચાર લાખથી વધુ લોકોના જીવ ગયા છે.
રાહતના સમાચાર: દેશમાં પહેલીવાર કોરોનાને માત આપનારાઓની સંખ્યા એક્ટિવ કેસ કરતા વધી
મહારાષ્ટ્રમાં જ ચીનથી વધુ કેસ
ભારતમાં એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં જ ચીનથી વધુ કેસ છે. ચીનમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 83000 જ્યારે મૃત્યુઆંક 4634 નોંધાયેલો છે. મહારાષ્ટ્રમાં બુધવારે 3254 નવા કેસ સામે આવ્યાં બાદ હવે કેસનો આંકડો 94,041 છે. જ્યારે 149 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 3438 થયો છે. જો કે રાજ્યમાં કોવિડ 19થી અત્યાર સુધીમાં 44500 લોકો સાજા પણ થયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વ્યવસાય અને અન્ય ગતિવિધિઓની બહાલી માટે લોકડાઉનના પ્રતિબંધોને આંશિક રીતે ઢીલ અપાઈ છે. પરંતુ કોવિડ 19નું જોખમ તો હજુ પણ રહેલુ છે. તેમણે લોકોને અપીલ કરી કે ભીડભાડથી બચે અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરે. તેમણે કહ્યું કે જો દેશાનિર્દેશોના નિયમોનું પાલન કરવામાં ન આવ્યું તો લોકડાઉન 30 જૂન બાદ પણ આગળ લંબાવાઈ શકાય છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube