Coronavirus 2nd wave: 15 ટકા રસીકરણ બાદ સંક્રમણ પર લાગશે લગામ, જાણો શું કહે છે વૈજ્ઞાનિક
ભારતમાં વેક્સિનની આ સુસ્ત ગતિની પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યાં છે. સામાન્ય લોકો વચ્ચે વેક્સિનને લઈને ડરની સ્થિતિ પણ એક કારણ છે. પરંતુ હાલ વેક્સિનની પર્યાપ્ત આપૂર્તિ ન થવાને કારણે પણ વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે. કારણ ગમે તે હોય દુનિયાના તમામ મોટા મહામારી નિષ્ણાંતોનું કહેવું છે કે મોટી સંખ્યામાં પાયાની સુવિધા સાથે આક્રમક રીતે વેક્સિનેશન કાર્યક્રમને વિસ્તાર આપવાથી જ હાલના સંકટમાંથી બહાર આવી શકાશે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનું કહેવું છે કે કોરોના મહામારીથી બચાવ માટે 24 એપ્રિલ, 2021ના સવારે આઠ કલાક સુધી ભારતમાં 13 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. દુનિયામાં કોઈ અન્ય દેશે 13 કરોડ લોકોને આટલી ઝડપી વેક્સિન આપી નથી. પરંતુ દેશની મોટી જનસંખ્યાને જોતા આ પર્યાપ્ત નથી. અચરજની વાત છે કે એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ મોટો રેકોર્ડ બનાવી રહી છે, તો છેલ્લા કેટલાક દિવસથી વેક્સિન લેનારની સંખ્યા ઘટી રહી છે. કોરોનાની સ્થિતિ પર એસબીઆઈને રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે હાલની ગતિથી ડિસેમ્બર 2021 સુધી લગભગ 15 ટકા વસ્તીને બન્ને વેક્સિનના ડોઝ લગાવી શકાશે. બીજી તરફ લગભગ 21 કરોડ વસ્તીને બન્ને ડોઝ આપી અમેરિકાએ 25 ટકાનો આંકડો પાર કરી લીધો છે તો લગભગ 4 કરોડ લોકોને વેક્સિન આપી ઈંગ્લેન્ડ 15 ટકાની પાસે પહોંચી ચુક્યુ છે.
ભારતમાં વેક્સિનની આ સુસ્ત ગતિની પાછળ અનેક કારણો જણાવવામાં આવી રહ્યાં છે. સામાન્ય લોકો વચ્ચે વેક્સિનને લઈને ડરની સ્થિતિ પણ એક કારણ છે. પરંતુ હાલ વેક્સિનની પર્યાપ્ત આપૂર્તિ ન થવાને કારણે પણ વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે. કારણ ગમે તે હોય દુનિયાના તમામ મોટા મહામારી નિષ્ણાંતોનું કહેવું છે કે મોટી સંખ્યામાં પાયાની સુવિધા સાથે આક્રમક રીતે વેક્સિનેશન કાર્યક્રમને વિસ્તાર આપવાથી જ હાલના સંકટમાંથી બહાર આવી શકાશે. અમેરિકી સરકારના પ્રમુખ મેડિકલ એડવાઇઝર ડો. એન્થોની ફૌસીએ શુક્રવારે કહ્યુ કે, ભારત ખુબ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ તેણે રસીકરણ વધારવાની જરૂર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ આધનોમ ધેબરેસસે પણ ભારતને વેક્સિન પર ભાર આપવાનું કહ્યું છે.
સરકાર તેના પર ભાર પણ આપી રહી છે. એસબીઆઈના નવા રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, 13 માર્ચ 2021 બાદ દેશમાં વેક્સિનેશનની ગતિ વધી, પરંતુ તે 22 માર્ચ, 2021 બાદ ફરી ધીમી પડી ગઈ. 13 માર્ચે સૌથી વધુ 34.1 લાખ ડોઝ લગાવવામાં આવ્યા, પરંતુ તે ફરી ઘટીને 26-27 લાખ પર આવી ગયા છે. ગોવા, ઝારખંડ, અસમ, દિલ્હી, ઉત્તરાખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તેની ગતિ ખુબ ધીમી છે અને તે માટે લોકોમાં વેક્સિનને લઈને ઉભી થયેલી આશંકા છે. પરંતુ સરકાર તથા નિષ્ણાંતો તરફથી લોકોની આશંકાઓ દૂર કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યો છે.
SBI રિપોર્ટનું માનવુ છે કે મહારાષ્ટ્ર પોતાના પીક પર પહોંચી ચુક્યુ છે અને હવે તે ઉતાર પર છે, જ્યારે બાકી દેશમાં પિક પહોંચવામાં 15-20 દિવસનો સમય લાગશે અને તેનું મોટુ કારણ પણ રસીકરણમાં સુસ્તી છે. રિપોર્ટે 1918ના સ્પેનિશ ફ્લૂનું પણ ઉદાહરણ આપ્યું છે અને જણાવ્યું છે કે બાદની લહેરમાં વધુ મોત થાય છે. તેથી રસીકરણમાં ગતિ લાવવી જોઈએ.