Covid Vaccination: દેશમાં રસીકરણનો આંકડો 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
દેશમાં કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે ખુબ ઝડપથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધી 95 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ કે, ભારતે 95 કરોડ વેક્સિનના ડોઝના લક્ષ્યને પૂરો કરી લીધો છે. એક દિવસમાં આશરે એક કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યાં છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાને અડધુ અંતર કાપી લીધુ છે. 31 ડિસેમ્બર સુધી બધા વયસ્કોના રસીકરણના લક્ષ્યના હિસાબે જોઈએ તો આગામી પોણા ત્રણ મહિનામાં લગભગ અડધો રસ્તો કાપવાનો છે. લક્ષ્યને પૂરો કરવા માટે શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 19 રાજ્યોની સાથે બેઠક કરી હતી.
રાજ્યોએ એવરેજ દરરોજ 1.14 કરોડ ડોઝ લગાવવા પડશે
દેશમાં 18 વર્ષની વધુ ઉંમરના લોકોની વસ્તી લગભગ 94 કરોડ છે. પ્રતિ વ્યસ્કને બે ડોઝના હિસાબથી બધા વયસ્ક લોકોને રસીકરણ માટે 188 કરોડ ડોઝ લગાવવાની જરૂર છે. લક્ષ્યને પૂરો કરવા માટે રાજ્યોએ એવરેજ દરરોજ 1.14 કરોડ ડોઝ લગાવવા પડશે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો જેટલા ડોઝ લગાવવા ઈચ્છે, એટલા ડોઝ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. પરંતુ ડોઝની ઉપલબ્ધતા છતાં રાજ્યોમાં રસીકરણની ગતિ વધી રહી નથી. દેશમાં અત્યાર સુધી લગભગ 72 ટકા વયસ્ક વસ્તીને એક ડોઝ લાગ્યો છે અને લગભગ 25 ટકા વયસ્કને બંને ડોઝ.
Lakhimpur Case: આશીષ મિશ્રાને રિમાન્ડ પર લેશે પોલીસ, સોમવારે કોર્ટમાં કરશે અરજી