નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona virus) અને વેક્સિનની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ગુરૂવારે 2 કલાક સુધી 25 લાખથી વધુ કોવિડ વેક્સિન (Corona vaccine) ના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. દેશમાં આ સમયે 1,73,000 સક્રિય કેસ છે. કોરોનાથી દરરોજ થતા મૃત્યુ 125થી ઓછા થઈ ગયા છે. કેરલ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, પહેલા 10 લાખ લોકોના રસીકરણ સુધી પહોંચવા માટે ભારત સૌથી ઝડપી હતું. આપણે તેને છ દિવસમાં હાસિલ કરી લીધુ. અમેરિકાએ 10 દિવસમાં, સ્પેને 12 દિવસ, ઇઝરાયલ 14 દિવસ, બ્રિટન 19 દિવસ, જર્મનીમાં 20 દિવસ અને યૂએઈમાં 27 દિવસમાં આ કામ થયું હતું. 16 જાન્યુઆરીથી આપણે 3374 વેક્સિનેશન સેશન કર્યા. 19 જાન્યુઆરીએ સંખ્યા વધીને 3800 સેશન થી. 22 જાન્યુઆરીએ 6200 સેશન થયા. 25 જાન્યુઆરીએ 7700 વેક્સિન સેશન કર્યા. આજે 9000 કેન્દ્રો પર વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. 


Farmers Protest: યુપીમાં સમાપ્ત કરાવવામાં આવશે કિસાનોનું આંદોલન, CM યોગીએ આપ્યા આદેશ  

આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યુ કે, બ્રિટનમાં મળેલો કોરોના વાયરસ (Corona virus) નો નવો સ્ટ્રેન હવે 70 દેશમાં પહોંચી ગયો છે અને ભારતમાં તેના 164 કેસ સામે આવ્યા છે. અમે 23 ડિસેમ્બરે બ્રિટનથી આવનાર પ્રથમ મામલાને શોધી કાઢ્યો. એક સપ્તાહના સમયમાં અમે આ રોગીઓ અને કલ્ચરથી રક્ત એકત્ર કરવામાં સક્ષમ હતા. 


તેમણે કહ્યું કે, અમે જાણવા ઈચ્છીએ છીએ કે વર્તમાન રસી બ્રિટનમાં મળેલા નવા સ્ટ્રેન પર કામ કરી રહી છે કે નહીં. અમારી પાસે કેના પર કામ કરનાર રસી વિશે પ્રારંભિક રિપોર્ટ છે. અમે તે રોગીઓના ડેટાને જોયો, જેને કોવાક્સિનથી ઇમ્યૂન કરવામાં આવ્યા. અમે તેમનું રક્ત કાઢ્યુ, સીરમ કાઢ્યુ અને કલ્ચર વાયરસની સાથે ટેસ્ટ કર્યો.