12થી 17 વર્ષના બાળકો માટે કોવોવૈક્સ વેક્સીનને ડ્રગ્સ કંટ્રોલર જનરલે આપી મંજૂરી
ભારતમાં બાળકો માટે વધુ એક વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે આ ચોથી વેક્સીન હશે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ સામે સુરક્ષા મેળવવા માટે વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારતીય દવા નિયામકે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓપ ઈન્ડિયાને કોવિડ-19 વિરોધી રસી 'કોવોવૈક્સ'ને સીમિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. રસીને 12-17 વર્ષના બાળકો માટે વિકસિત કરવામાં આવી છે. આ માહિતી સીરમના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આપી છે.
દેશમાં 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે આ ચોથી વેક્સીન હશે. ભારતીય ડ્રગ્સ કંટ્રોલર જનરલે કોવિડ-19થી સંબંધિત, વિશેષ નિષ્ણાંત સમિતિની ભલામણના આધાર પર કોવોવૈક્સને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. મહત્વનું છે કે સરકારે હજુ સુધી 15 વર્ષથી નાની ઉંમરા લોકોને રસી લગાવવા પર કોઈ નિર્ણય કર્યો નથી.
ડીસીજીઆઈને આપેલી અરજીમાં 21 ફેબ્રુઆરીએ સીરમના ડાયરેક્ટર (સરકાર અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંહે કહ્યુ કે, 12થી 18 વર્ષના લગભગ 2707 બાળકો પર બે અભ્યાસથી માહિતી મળે છે કે કોવોવૈક્સ વધુ અસરકારક, વધુ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન કરનાર એક સુરક્ષિત વેક્સીન છે.
સંકટના સમયમાં પણ ખોટો પ્રચાર કરી રહી છે કોંગ્રેસ, પીયુષ ગોયલે સાધ્યુ નિશાન
ડીસીજીઆઈએ 21 ફેબ્રુઆરીએ કેટલીક શરતો સાથે 12થી 18 વર્ષથી ઓછી ઉંમરના વર્ગ માટે બાયોલોજિકલ-ઈની કોવિડ વિરોધી રસી કોર્બેવૈક્સને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. કોવોવૈક્સનો નોવાવૈક્સથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. આ રસીને યુરોપીયન મેડિસન એજન્સી દ્વારા બજારમાં વેચાણને લઈને શરતી મંજૂરી આપી હતી.
ભારતમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવા માટે ભારત બાયોટેકની રસી કોવૈક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીજીસીઆઈએ સૌથી પહેલાં ઝાઇકોવ-ડી રસીને 12થી વધુ ઉંમરના બાળકો માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube