Corona: ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર
દેશમાં 2 થી 17 વર્ષના બાળકો માટે સારા સમાચાર છે. તેમના માટે જલદી કોરોના રસી બજારમાં આવી શકે છે.
નવી દિલ્હી: દેશમાં 2 થી 17 વર્ષના બાળકો માટે સારા સમાચાર છે. તેમના માટે જલદી કોરોના રસી બજારમાં આવી શકે છે.
Covovax ની ત્રીજા તબક્કાની ટ્રાયલનો રસ્તો સાફ
મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ની કોરોના વેક્સીન કોવોવેક્સ (Covovax) ના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. CDSCO ની એક વિશેષજ્ઞ સમિતિએ કેટલીક શરતો સાથે આ ટ્રાયલને કરવા માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ રસી 2થી 17 વર્ષ સુધીના બાળકો માટે બનાવવામાં આવી રહી છે.
MP: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરથી આવ્યા એક હચમચાવી નાખે તેવા સમાચાર, જુઓ Video
10 સાઈટ્સ પર થશે રસીની ટ્રાયલ
રિપોર્ટ મુજબ આ ટ્રાયલમાં 10 સાઈટ પર 12-17 વર્ષના 920 બાળકો અને 2-11 આયુવર્ગના પ્રત્યેકમાં 460 બાળકોને સામેલ કરવામાં આવશે. ગત અઠવાડિયે SII ના ડાયરેક્ટર (સરકારી અને નિયામક મામલે) પ્રકાશકુમાર સિંહ અને ડાયરેક્ટર ડો. પ્રસાદ કુલકર્ણીએ સમિતિ સામે સંશોધિત અરજી આપી હતી.
Covid India Updates: દેશના 22 જિલ્લામાં વધી રહ્યાં છે કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
બાળકો પર હજુ પણ જોખમ
આ અરજીમાં કહેવાયું છે કે કોરોના મહામારી વચ્ચે બાળકો હજુ પણ અસુરક્ષિત છે. આવામાં તેમના માટે રસી તૈયાર કરવા માટે સરકારે ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ. કંપનીએ એ રિપોર્ટનો પણ હવાલો આપ્યો જેમાં કહેવાયું હતું કે કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને નુકસાન થઈ શકે છે. ત્યારબાદ કંપનીને ટ્રાયલની મંજૂરી આપવાની સંસ્તુતિ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube