નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમયમાં લોકોના જીવનમાં ખુબ નકારાત્મકતા આવી ગઈ છે. આવામાં લોકો બચવા માટે એવા ઉપાય અજમાવી રહ્યા છે તે જાણીને તમે સ્તબ્ધ થશો. વાત જાણે એમ છે દુનિયાના અનેક દેશોમાં નકારાત્મકતાથી બચવા માટે લોકો ગાયને ગળે લગાવવાનું પ્રચલન વધી રહ્યું છે. જેને Cow Hug થેરપી નામ આપવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કલાકના 16 હજાર રૂપિયા ખર્ચે છે લોકો
સીએનબીસીના રિપોર્ટ મુજબ અમેરિકામાં તો લોકો આ થેરપીને એટલી પસંદ કરે છે કે તેના માટે કલાકના લગભગ 200 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 16 હજાર રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. ફોર્બ્સ, બીબીસી જેવા આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસ પણ ગાયને ગળે લગાવવાની થેરપીની ચર્ચા કરી ચૂક્યા છે અને તેના પર પોતાનો રિપોર્ટ આપી ચૂક્યા છે. 


કોંગ્રેસ નેતા મિલિન્દ દેવડાએ પણ કરી ટ્વીટ
કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી મિલિન્દ દેવડાએ પણ પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરી છે. જેમાં તેમણે સીએનબીસીના રિપોર્ટનો એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકો અને તેમા પણ ખાસ કરીને મહિલાઓ ગાયોને ભેટતી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે તેનાથી તેમનો તણાવ દૂર થાય છે. 


Viral Video: કમલા હેરિસે દ.કોરિયન રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા બાદ આ શું કરી નાખ્યું? વિવાદ ઊભો થયો


મળે છે આ ફાયદા
વર્ષ 2007માં અપ્લાઈડ એનિમલ બિહેવિયર સાયન્સ નામની  જર્નલમાં છપાયેલા એક સ્ટડી મુજબ ગાયને ભેટવાથી સકારાત્મકતાનો સંચાર થાય છે અને તણાવ પણ ઓછો થાય છે. આ સાથે જ માણસના શરીરમાં ઓક્સિટોસિન નામના હોર્મોનનું સ્ત્રાવ થાય છે જે મૂડ સારું કરવાનું કામ કરે છે. અત્રે જણાવવાનું કે વ્યક્તિ જ્યારે પોતાના પરિજનો અને મિત્રો તથા સંબંધીઓને મળે છે ત્યારે તેના શરીરમાં ઓક્સિટોસિન રિલીઝ થાય છે જેનાથી બ્લ્ડ પ્રેશર પણ નોર્મલ થાય છે. 


નોંધનીય છે કે પશ્ચિમી દેશો હવે ગાયના મહત્વને સ્વીકારી રહ્યા છે પરંતુ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષથી ગાયનું મહત્વ રહ્યું છે. કહેવાય છે કે ઘરમાં જો ગાય હોય તો તેને અનેક પ્રકારની બીમારીઓ થશે નહીં. જો કે આ વાતને હંમેશા પછાતપણા અને અજ્ઞાનતા સાથે જોડવામાં  આવી. પરંતુ હવે પશ્ચિમી દેશોમાં Cow Hug થેરપીની શરૂઆત જણાવે છે કે તેની સાચે જ અસર થાય છે અને આપણા પૂર્વજો જે સદીઓ પહેલા કહી ગયા તે સાચુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube