Viral Video: કમલા હેરિસે દ.કોરિયન રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવ્યા બાદ આ શું કરી નાખ્યું? વિવાદ ઊભો થયો
Trending Photos
વોશિંગ્ટન: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોને લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ખુબ ટીકા થઈ રહી છે. વીડિયોમા જોવા મળી રહ્યું છે કે હેરિસ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે હાથ મિલાવ્યા બાદ હાથને ટ્રાઉઝર સાથે લૂંછી રહ્યા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની આ હરકતને દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિના અપમાન તરીકે જોવામાં આવી રહ્યું છે.
White House માં થઈ હતી બેઠક
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર કમલા હેરિસને પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ કોરિયાના સોશિયલ મીડિયા યૂઝર્સ તેને અપમાનજનક વ્યવહાર ગણી રહ્યા છે. કમલા હેરિસ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન વચ્ચે આ મુલાકાત વ્હાઈટ હાઉસમાં થઈ હતી. ત્યારબાદ બંને નેતાઓએ મીડિયાને સંબોધન કર્યું. અંતમાં જ્યારે બંનેએ હાથ મિલાવ્યા તો હેરિસ કઈક અજીબ રિએક્શન આપી બેઠા.
#KamalaHarris (who is apparently doing most of #JoeBiden’s job) insults #SouthKorean President by wiping her hand off after shaking his hand. How can you do that knowing cameras are recording your every move? #moonjaein #southkorea #kamala #comeonman pic.twitter.com/w81ddravAE
— Sn00pster (@sn00pdad) May 21, 2021
Users ના આવા છે રિએક્શન
બંને નેતાઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા પરંતુ હમલા હેરિસે તરત જ પોતાનો હાથ ટ્રાઉઝર સાથે લૂંછી નાખ્યો. તેમની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. જેને લઈને હવે તેમની ખુબ ટીકા થઈ રહી છે. આ વીડિયો વાયરલ થતા જ કમલા હેરિસ પર અપમાનજનક અને શર્મનાક વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. અનેક યૂઝર્સે તેને વંશીય ઘટના પણ ગણાવી છે. એક યૂઝરે લખ્યું કે કમલા હેરિસ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન સાથે હાથ મિલાવ્યા બાદ હાથ લૂંછે છે! આ એક શરમજનક ઘટના છે.
Viral Video પર હજુ કોઈ પ્રતિક્રિયા નહીં
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ મુલાકાત અંગે જણાવ્યું કે મૂન જે ઈન સાથે બેઠકમાં તેમણે વૈશ્વિક સ્વાસ્થ્ય, ઉત્તર કોરિયા અને પ્રવાસીઓને લઈને વાતચીત કરી. જેમાં મુખ્ય રીતે મધ્ય અમેરિકી દેશ ગ્વાટેમાલા, અલ સલ્વાડોર, અને હોન્ડુરાસથી આવતા પ્રવાસી ભારતીયોનો મુદ્દો પણ સામેલ હતો. જો કે વાયરલ વીડિયો અંગે જે ધમાલ મચી છે તેના વિશે તેમણે હજુ કશું કહ્યું નથી. તેમના કાર્યાલય તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે