CoWIN પોર્ટલ પર જોવા મળી મોટી ગડબડ, રસી લેવા માંગતા 18 થી 44 વર્ષના લોકો માટે જોવા મળે છે આવું
કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે અને 18થી 44 વર્ષના લોકોને પણ હવે રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા માટે લોકોએ CoWIN પોર્ટલથી સ્લોટ બૂક કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોવિડ પોર્ટલ પર મોટી ગડબડી જોવા મળી રહી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝનો સ્લોટ બતાવી રહ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવે છે અને 18થી 44 વર્ષના લોકોને પણ હવે રસી અપાઈ રહી છે. રસી મૂકાવવા માટે લોકોએ CoWIN પોર્ટલથી સ્લોટ બૂક કરવો પડે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કોવિડ પોર્ટલ પર મોટી ગડબડી જોવા મળી રહી છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝનો સ્લોટ બતાવી રહ્યું છે.
શું છે કોવિડ પોર્ટલ પર ગડબડી?
વાત જાણે એમ છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની પ્રક્રિયા 1 મેથી શરૂ થઈ ગઈ છે અને નિયમો મુજબ કોવેક્સીનનો પહેલો ડોઝ લીધાના 4 અઠવાડિયા બાદ બીજો ડોઝ અપાય છે. જ્યારે કોવિશીલ્ડ માટે બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનું અંતર છે. 18 વર્ષથી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ થયે હજુ માત્ર 3 અઠવાડિયા થયા છે અને આવામાં બીજા ડોઝનો તો સવાલ જ નથી. પરંતુ આમ છતાં બીજા ડોઝની ઉપલબ્ધતા કોવિન પોર્ટલ પર દેખાડવામાં આવી રહી છે.
લોકોમાં વધી રહ્યું છે કન્ફ્યૂઝન
રસી એપોઈન્ટમેન્ટ બૂક કરવા માટે કોવિન પોર્ટલ જ એકમાત્ર રસ્તો છે. પરંતુ અહીં જે લોકો એપોઈન્મેન્ટ બૂક કરવાની સતત કોશિશ કરી રહ્યા છે તેમનામાં બીજા ડોઝની ઉપલબ્ધતા દેખાડવામાં આવતા અસમંજસની સ્થિતિ છે.
આ 3 રાજ્યમાં બાળકો પર જોવા મળ્યો કોરોનાનો કહેર, લક્ષણો નહીં છતાં બાળકો વાયરસ સંક્રમિત
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube