Birth Control: કોન્ડોમ-પિલ્સની ઝંઝટ થશે ખતમ, સ્પર્મને રોકવાની આવી ગઇ નવી રીત
બર્થ કંટ્રોલ (Birth Control) માટે વિવિધ પ્રકારની રીત હોય છે પરંતુ મોટાભાગન લોકો કોન્ડોમ અને દવા વડે જ બધાને સરળ અને પ્રભાવી ગર્ભનિરોધક ગણે છે. જોકે ઘણા લોકો એવા છે જે પ્રેગ્નેસી ઇચ્છતા નથી પરંતુ તેમછતાં તે કોઇપણ પ્રકારનું પ્રોટેશન લેતા નથી.
નવી દિલ્હી: બર્થ કંટ્રોલ (Birth Control) માટે વિવિધ પ્રકારની રીત હોય છે પરંતુ મોટાભાગન લોકો કોન્ડોમ અને દવા વડે જ બધાને સરળ અને પ્રભાવી ગર્ભનિરોધક ગણે છે. જોકે ઘણા લોકો એવા છે જે પ્રેગ્નેસી ઇચ્છતા નથી પરંતુ તેમછતાં તે કોઇપણ પ્રકારનું પ્રોટેશન લેતા નથી. કેટલીક મહિલાઓ બર્થ કંટ્રોલ પિલ્સની સાઇડ ઇફેક્ટ (Side Effect) ના લીધે લેતા ગભરાઇ છે. આખી દુનિયામાં આ પ્રકારની એવી પ્રેગ્નેંસીની સંખ્યા વધુ છે જે પ્લાનિંગ વિના કરવામાં આવે છે. જોકે વૈજ્ઞાનિકોએ બર્થ કંટ્રોલ (Birth Control) ની એક નવી રીત શોધી કાઢી છે. જેનો ઉપયોગ કોઇપણ બિન્દાસ અને સરળતાથી કરી શકે છે.
ખાસ વાત એ છે કે આ કોન્ટ્રાસેપ્ટિવને વૈજ્ઞાનિક મોનોક્લોનલ એન્ટીબોડીથી બનેલી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ગર્ભનિરોધક મહિલાઓના હોર્મોનમાં કોઇપણ પ્રકારના ફેરફાર કર્યા વિના સારી રીતે કામ કરશે. મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ઇમ્યૂન સિસ્ટમ દ્વારા સ્પર્મ પર યોગ્ય રીતે હુમલો કરે છે જેમકે કોઇ વાયરસ (Virus) પર. આ સ્પર્મને એગ્સ સાથે મળતાં પહેલાં જ પોતાનો શિકાર બનાવી લે છે.
Desi Jugaad: ખરાબ ઇયરફોનના હજારો ઉપયોગ, બસ થોડું દિમાગ લગાવો
સાયન્સ ટ્રાંસલેશન મેડિસિન અને ઇબીઓમેડિસિન મેગેજીનમાં આ કોન્ટ્રાસેપ્ટિવ મેથડ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. સ્ટડી અનુસાર મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) સ્પર્મને પકડી તેમને ખૂબ નબળા કરી દે છે. સ્ટડીમાં એ પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે શું તેનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે કરી શકાય અને તેને વઝાઇનમાં નાખવી કેટલી સુરક્ષિત છે.
મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ને Covid-19 ની સારવારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સ્ટડીના લેખક એંડરસન અનુસાર આ એન્ટીબોડીઝ સ્પર્મને બાંધી રાખવામાં ખૂબ કારગર મળી આવી છે. એંડરસનનું કહેવું છે કે કોન્ટ્રાસેપ્ટિવ એક પતળી પટ્ટીની માફક હશે જે કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકાશે. આ 24 કલાક સુધી પોતાનું કામ કરશે.
Salary વધવાની ખુશી થઇ જશે ગાયબ! આ નવા નિયમ બાદ તમારી સેલરી સ્લિપમાં થશે ફેરફાર
એંડરસને કહ્યું કે 'મને લાગે છે કે આ તે મહિલાઓમાં વધુ લોકપ્રિય થશે જે ક્યારેક-ક્યારેક ઇન્ટરકોર્સ કરે છે. એવી મહિલાઓ તે દવાઓના ઉપયોગથી બચે છે જેની અસર હોર્મોન પર લાંબા સમય સુધી પડે છે. તેમને એવા પ્રોડક્ટની જરૂર પડે છે જેનો ઉપયોગ તે પોતાની જરૂરિયાત મુજબ કરી શકે.
વૈજ્ઞાનિકોના એક ગ્રુપે ગર્ભનિરોધક તરીકે આ એન્ટીબોડીનો ઉપયોગ ઘેટા પર કરવામાં આવ્યો. સ્ટડીમાં નેચરલ એન્ટીબોડીની તુલનામાં મોનોક્લોનલ એન્ટીબોડી (Antibodies) ને સ્પર્મ પર વધુ પ્રભાવી અને શક્તિશાળી મળી આવ્યા. તો બીજી તરફ એન્ડરસનની ટીમે તેમના ડોઝ અને સુરક્ષા સમજવા માટે કેટલી મહિલા વોલંટિયર્સ પર તેનું ક્લિનિકલ ટ્રાયલ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube