નવી દિલ્હી: સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા(SPG Security) દૂર કર્યા બાદ હવે સીઆરપીએફ (CRPF) ને ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી સોંપવામાં આવી છે. CRPF એ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઓ તૈનાત કરી છે પરંતુ CRPF સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં CRPF એમ ઇચ્છે છે કે SPG ની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી ન્યૂઝ (Zee News) ના સૂત્રોને મળેલી માહિતી અનુસાર CRPF એ SPG અને ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે તેમને એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર આપવામાં આવે. 

CRPF ના એક અધિકારીના જણાવ્યા અનુસાર SPG ની બુલેટ પ્રૂફ કાર ખૂબ એડવાન્સ છે અને બાકી કારોના મુકાબલે ખૂબ કમ્ફર્ટેબલ છે. તે પહેલાં જ્યારે સીઆરપીએફે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી હટાવીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે પણ સીઆરપીફે એસપીજી દ્વારા તૈનાત કરવામાં આવેલી બુલેટપ્રૂફ ગાડીઓને પોતાના કબજામાં લેવાની ભલામણ કરી હતી જે સરકારે મંજૂર કરી લીધી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube