ક્રિકેટ એસોસિએશન કૌભાંડ: J&Kના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર EDનો સકંજો
ક્રિકેટ એસોસિએશન સ્કેમ(Cricket Association scam) મામલે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા(Former Jammu and Kashmir CM Farooq Abdullah) પર એકવાર ફરીથી સકંજો કસાઈ રહ્યો છે.
નવી દિલ્હી/શ્રીનગર: ક્રિકેટ એસોસિએશન સ્કેમ(Cricket Association scam) મામલે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા(Former Jammu and Kashmir CM Farooq Abdullah) પર એકવાર ફરીથી સકંજો કસાઈ રહ્યો છે. 43.69 કરોડ રૂપિયાના ગબન સંબંધિત કેસમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી શ્રીનગર ઓફિસમાં પૂછપરછ કરી રહી છે. વર્ષ 2015માં સીબીઆઈ દ્વારા કરોડોના કૌભાંડ અંગે નોંધાયેલા કેસના આધારે ઈડી તપાસ કરી રહી છે.
વિવાદિત નિવેદન પર કમલનાથની વિચિત્ર સ્પષ્ટતા, 'હું પણ આઈટમ, તમે પણ આઈટમ'
તપાસ એજન્સીએ એક વર્ષ પહેલા માંગ્યા હતાં દસ્તાવેજો
ક્રિકેટ એસોસિએશન સંબંધિત કૌભાંડ મામલે અગાઉ પણ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થઈ ચૂકી છે. ગત વખતે જ્યારે ચંડીગઢ ઓફિસમાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ થઈ હતી ત્યારે તપાસ એજન્સીએ તેમની પાસે અનેક જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા. ત્યારે ફારુક અબ્દુલ્લા દ્વારા 15 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. આ કેસમાં એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયા બાદ પણ ફારુક અબ્દુલ્લાએ તપાસ એજન્સીને દસ્તાવેજો સોંપ્યા નથી.
PoK માં પાકિસ્તાને ફરી રચ્યું BATવાળું ષડયંત્ર, આતંકીઓનો કર્યો જમાવડો, ભારતીય સેના અલર્ટ
અસહયોગના કારણે મૂકાયા મુશ્કેલીમાં
અત્રે જણાવવાનું કે ક્રિકેટ એસોસિએશન સંબંધિત કેસમાં વર્ષ 2015માં સીબીઆઈ દ્વારા કરોડોના કૌભાંડનો કેસ દાખલ થયો હતો. સીબીઆઈના કેસને આધાર બનાવતા ઈડીએ આ મામલો નોંધ્યો છે. જેમાં અબ્દુલ્લા દ્વારા થતા અસહયોગના કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. સીબીઆઈએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘના ખજાનામાં અનિયમિતતાઓ અને ગબન કેસમાં ફારુક અબ્દુલ્લા અને ત્રણ અન્ય વિરુદ્ધ શ્રીનગરની એક કોર્ટમાં થોડા સમય પહેલા ચાર્જશીટ દાખલ કરી હતી. આ જ કેસ સંલગ્ન મની લોન્ડરિંગના આરોપો હેઠળ ઈડી આ પૂછપરછ કરી રહી છે.
Corona Update: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે મળ્યા સારા સંકેત, જાણો લેટેસ્ટ માહિતી
43.69 કરોડ રૂપિયાનો ગોટાળો
બીસીસીઆઈ (BCCI)એ વર્ષ 2002થી 2011 વચ્ચે રાજ્યમાં ક્રિકેટ સુવિધાઓના વિકાસ માટે 112 કરોડ રૂપિયા આપ્યા હતાં. આરોપીઓએ આ રકમમાંથી 43.69 કરોડ રૂપિયાનું ગબન કર્યું. આ કેસમાં તપાસ એજન્સીએ જેકેસીએના તત્કાલિન અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા, તત્કાલિન મહાસચિવ મોહમ્મદ સલીમ ખાન, તત્કાલીન કોષાધ્યક્ષ અહેસાન અહેમદ મિર્ઝા અને જેએન્ડકે બેંકના એક કર્મચારી બશીર અહેમદ પર અપરાધિક ષડયંત્ર અને ફ્રોડનો કેસ દાખલ કર્યો. ત્યારબાદ ઈડીએ પણ મની લોન્ડરિંગની કલમો હેઠળ તપાસ શરૂ કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube