2023 Events Calender: ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી સુધી... જાણો 2023માં કયા મહિને યોજાશે કઈ ઈવેન્ટ
Events in 2023: જાન્યુઆરીમાં ઈવેન્ટ્સનો સિલસિલો શરૂ થઈ જશે. ભારતનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે પેક છે. ભારતમાં આ વર્ષે 9 રાજ્યોમાં ચૂંટણી થશે. આવો તમને જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધી તમામ ઈવેન્ટ્સની જાણકારી આપીએ.
નવી દિલ્હીઃ Election in 2023: વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે ચૂંટણીથી લઈને ક્રિકેટ વિશ્વકપ અને આંતરરાષ્ટ્રીય જગતમાં તમામ ઇવેન્ટ્સ છે. જાન્યુઆરીમાં જ ઇવેન્ટ્સનો સિલસિલો શરૂ થઈ જશે. ભારતનો કાર્યક્રમ પણ સંપૂર્ણ રીતે પેક છે. ભારતના નવ રાજ્યોમાં ચૂંટણી આ વર્ષે થવાની છે. આવો તમને જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધીની તમામ ઇવેન્ટ્સની જાણકારી આપીએ.
જાન્યુઆરી
જાન્યુઆરીના અંતમાં ઈલેક્ટોરલ બોન્ડને પડકારતી અરજીઓ પર સુનાવણી થશે. શું મતદારોને એ જાણવાનો અધિકાર નથી કે પક્ષોને કોણ ફંડ આપે છે?
મેન્સ હોકી વર્લ્ડ કપ ઓડિશામાં 13 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાશે. ભારત અત્યારે છઠ્ઠા નંબર પર છે. છેલ્લે વર્લ્ડ કપમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં બહાર થયું હતું.
ફેબ્રુઆરી
ફેબ્રુઆરીમાં ઉત્તર પૂર્વના મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરામાં ચૂંટણી યોજાઈ શકે છે. નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયોની એનડીપીપી ભાજપની સહયોગી પાર્ટી છે.
વધતી જતી મોંઘવારી અને વિશ્વવ્યાપી આર્થિક મંદી વચ્ચે 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાશે. ભારતીય મહિલા ટીમ 2020 કરતા વધુ સારું પ્રદર્શન કરીને પ્રથમ વખત ભારત મહિલા વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ શું છે સમ્મેદ શિખરજી વિવાદ, ઝારખંડ સરકારના નિર્ણય પર કેમ થયો હોબાળો? જૈન સમાજમાં રોષ
માર્ચ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસ ફરી શરૂ થશે. જ્યાં ડેમોક્રેટ્સને આશા છે કે જો બાઇડેન બીજી ટર્મ માટે દાવો કરશે. તે જ સમયે, રિપબ્લિકન માટે ઘણા દાવેદારો છે, જેમાં એક મોટું નામ ડોનાલ્ડ ટ્રમ્પનું છે. આ સિવાય રોન ડેસેન્ટિસ, માઈક પેન્સ અને નિક્કી હેલી પણ રેસમાં સામેલ થઈ શકે છે.
IPLની 16મી સિઝન માર્ચમાં શરૂ થશે, જેમાં 74 મેચ રમાશે.
એપ્રિલ
એપ્રિલમાં ભારતની નવી સંસદની બિલ્ડિંગ ખુલી શકે છે.
મે
મે મહિનામાં કર્ણાટકમાં ચૂંટણી થવાની છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. તો બીજીતરફ જેડીએસ પણ મેદાનમાં છે. કોંગ્રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સંગ્રામ ચાલી રહ્યો છે.
20-28 મે વચ્ચે ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમાશે.
જૂન
જૂનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લંડનના ઓવલમાં રમાશે.
ભારત ચંદ્રયાન- 3 લોન્ચ કરી શકે છે.
આ પણ વાંચોઃ BCCI Meeting: તો IPL 2023માં નહીં રમે કોહલી, હાર્દિક અને રોહિત સામે આવી મોટી જાણકારી
જુલાઈ
FIFA મહિલા વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં 20 જુલાઈથી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ સિઝનમાં આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારો મોરોક્કો પહેલો આરબ દેશ છે.
ઓગસ્ટ
ઓગસ્ટમાં રાજ્યસભાની 9 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં 3 સીટો ગુજરાતની અને 6 સીટો બંગાળની છે. ગુજરાતમાં ભાજપ પોતાની ત્રણેય બેઠકો પાછી મેળવી શકે છે. જ્યારે ટીએમસીને બંગાળમાં 4 બેઠકો મળી શકે છે.
ભારત સરકાર સંસદના મોનસૂન સત્રમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ એન્ડ ટેલીકમ્યુનિકેશન બિલ લાવી શકે છે.
સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે એશિયન ગેમ્સ ચીનમાં રમાશે.
નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમીટ યોજાશે. ભારત આ વખતે જી-20નું અધ્યક્ષ છે.
આ પણ વાંચોઃ 365 દિવસ દરરોજ 2.5GB ડેટા, હોટસ્ટાર અને પ્રાઇમ વીડિયો ફ્રી, 10 સૌથી શાનદાર પ્લાન
ઓક્ટોબર
ICC મેન્સ વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. દરેક વ્યક્તિ ઈચ્છશે કે ટીમ ઈન્ડિયા 2011ના કરિશ્માનું પુનરાવર્તન કરે.
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે. આવામાં તમામની નજર તેના પર રહેશે કે ઈમરાન ખાન સત્તામાં પરત ફરશે કે શાહબાઝ પીએમ રહેશે.
નવેમ્બર
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી થઈ શકે છે. ભાજપની સામે મધ્ય પ્રદેશમાં સત્તા બચાવવાનો પડકાર છે તો છત્તીસગઢમાં પાર્ટી સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરશે.
ડિસેમ્બર
ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ચૂંટણી થશે. હવે તે જોવાનું રહેશે કે અશોક ગેહલોત સત્તામાં રહશે કે ભાજપ વાપસી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube