નવી દિલ્હી: 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં IB અધિકારી અંકિત શર્મા હત્યાકાંડમાં બુધવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ (Crime Branch) એ ચાર્જશીટ દાખલ કરી છે. ક્રાઇમ બ્રાંચે પૂર્વ આપ પાર્ષદ તાહિર હુસૈન (Tahir Hussain) સહિત કુલ 10 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર્જશીટમાં ક્રાઇમ બ્રાંચે કહ્યું કે અંકિત શર્માની ખજૂરી ખાસ વિસ્તારમાં બર્બરતાથી હત્યા કરવામાં આવી. ચાર્જશીટમાં અંકિતની હત્યા એકદમ સમજી વિચારેલું કાવતરું હતું. ખજૂરી ખાસ વિસ્તારમાં તાહિર હુસૈનના ઘરની બહાર ઘટના સર્જાઇ હતી. અંકિત શર્માની હત્યા બાદ ભીડએ એક ગટરમાં લાશ ફેંકી દીધી હતી. 


પોલીસે દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવો છે કે કેટલાક લોકો ગટરમાં લાશ ફેંકી રહ્યા છે. ડોક્ટર્સને જાણવા મળ્યું કે ધારદાર હથિયાર વડે 51 વખત નિશાન કર્યા છે. તાહિરે જ ચાંદ બાગ વિસ્તારમાં ભીડને ઉશ્કેરી હતી.ચાર્જશીટમાં મુખ્ય આરોપી સલમાન જેનો મોબાઇલ કોલ ટ્રેસ કરવામાં આવ્યો હતો. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube