12 વીઘા સાથે પત્નીને પણ જુગારમાં હાર્યો પતિ! પત્નીને કહ્યું જા હવે તું મારા મિત્રોની થઈ ગઈ
આ કળયુગ છે અને કળિયુગનો પતિ છે, જેણે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી હતી. આ ઘટનાએ પતિ-પત્નીના સંબંધો તાર તાર કરી દીધા છે. આ સ્ટોરી યુપીના રામપુરના શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં કળિયુગની `દ્રૌપદી` તેના શેતાન પતિને સજા કરવા અપીલ કરી રહી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આ દ્વાપર યુગ નથી કે નથી પત્ની કોઈ દ્રૌપદી કે કોઈ પણ પતિ પોતાની પત્નીને દાવ પર લગાવી શકે. આ ઘોર કળિયુગ છે અને મહિલાને પણ એટલા જ હક છે જેટલા એના પતિને છે. પાંડવોએ પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી હતી. ત્યારે દ્રૌપદીની ઈજ્જત બચાવવા કૃષ્ણ આવ્યા હતા પરંતુ કળિયુગમાં એક 'દ્રૌપદી' ન્યાય માટે આજીજી કરી રહી છે. જેના પતિએ તેના ચીરહરણ માટે મિત્રોને સોંપી દીધી હતી.
આ કળયુગ છે અને કળિયુગનો પતિ છે, જેણે પોતાની પત્નીને જુગારમાં દાવ પર લગાવી દીધી હતી. આ ઘટનાએ પતિ-પત્નીના સંબંધો તાર તાર કરી દીધા છે. આ સ્ટોરી યુપીના રામપુરના શાહબાદ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં કળિયુગની 'દ્રૌપદી' તેના શેતાન પતિને સજા કરવા અપીલ કરી રહી છે. તેને પોતાની અને તેના ત્રણ બાળકોના ભવિષ્યની ચિંતા થવા લાગી છે. ચાલો જાણીએ શું છે આ ઘટના
મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્ન વર્ષ 2013માં થતાં ઘણા સપનાઓ સાથે તેના સાસરે પહોંચી હતી પરંતુ તેનું એકપણ સપનું પૂરું થયું નથી. તે સાસરે જતાં જ તેના સાસરીયાંઓ દહેજ માટે ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. પતિને જુગાર રમવાની લત હતી. આમ છતાં તે તેના સાસરિયાના ઘરમાં એડજસ્ટ થતી રહી. આ દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયા. પરંતુ તેમ છતાં પતિએ જુગાર રમવાનું બંધ કર્યું ન હતું. તેણે જુગારમાં મહિલાના દાગીના તેમજ 12 વીઘા જમીન ગુમાવી દીધી હતી.
આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચેતવણી સમાન છે. આ ઘટનાઓ માત્ર સંબંધોની પવિત્રતાને જ નુકસાન કરતી નથી, પરંતુ સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચારની વાસ્તવિકતા પણ ઉજાગર કરે છે. આ ઘટના પરથી આપણે શીખવું જોઈએ કે કોઈ પણ સંબંધમાં આદર, પ્રેમ અને વિશ્વાસનું મહત્વ અને તેને જાળવી રાખવું જોઈએ, પીડિતા હવે તેના અને તેના બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છે, પરંતુ તેને આશા છે કે કાયદો તેની સાથે ન્યાય કરશે. અને તેના શેતાન પતિને તેની ભૂલો માટે સજા કરવામાં આવશે.
મહિલાએ કરી અરજી અને પોલીસ કાર્યવાહી-
હદ તો ત્યારે થી જ્યારે એની પાસે કંઈ ના રહેતાં આખરે તેને પત્નીને જુગારમાં દાવ પર લગાવી હતી. એ પત્નીને દાવમાં હારી જાય છે તો મિત્રો સાથે સંબંધ બનાવવા દબાણ શરૂ કરે છે. એના મિત્રો પણ તેની ઈજ્જત સાથે ખેલવા માટે તલપાપડ હતા. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેને આનો વિરોધ કર્યો તો તેનો પતિ તેને માર મારે છે. મહિલાએ આ કેસમાં પોલીસમાં અરજી કરતાં પોલીસે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ દોષિત તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.