નવી દિલ્હી: કાશ્મીરના ખુબ જ સંવેદનશીલ અને આતંકગ્રસ્ત પુલવામા જિલ્લાના લેથપુરા સ્થિત 110 બટાલિયન સીઆરપીએફમાં તૈનાતી દરમિયાન સિપાઈ શૈલેન્દ્ર પ્રતાપ સિંહે આતંકવાદીઓ વિરુદ્ધ કમાન સંભાળતા 5 ઓક્ટોબર 2020ના રોજ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જવાન શૈલેન્દ્ર તો  બલિદાન આપીને અમર થઈ ગયા પરંતુ તેમની ફોર્સના અન્ય સાથીઓએ હાલમાં જ પોતાની એક મોટી જવાબદારી ખુબ સારી રીતે નિભાવીને ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્નમાં એક ભાઈની જગ્યાએ અનેક ભાઈ
હકીકતમાં રાયબરેલીના અમર સપૂત શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિના લગ્નનો કાર્યક્રમ 13 ડિસેમ્બર 2021ના રોજ રાયબરેલી સ્થિત તેમના ઘરે સંપન્ન થયો. લગ્ન સમારોહમાં ઉપસ્થિત તમામ માટે એક ક્ષણ એવી ભાવુક કરનારી સાબિત થઈ કે જ્યારે શહીદની બહેનના લગ્નમાં CRPF ના જવાનો અને અધિકારીઓએ પહોંચીને રસ્મોમાં હાજર રહી જવાબદારી નિભાવી. તમામએ સગા ભાઈની જેમ બહેનને પોતાના આશીર્વાદ આપ્યા. 


જુઓ ઈમોશનલ વીડિયો
CRPF ના જવાનોએ બહેનને ઉપહાર આપ્યા અને ફૂલોની ચાદર લઈને બહેનને સ્ટેજ સુધી લઈ ગયા અને તેમણે જ બહેન જ્યોતિને વિદાય આપી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube