નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ માત્ર છ કલાકનાં અંતરમાં બે મોટા હૂમલાઓ કર્યા હતા. બંન્ને હૂમલામાં આતંકવાદીઓએ સુરક્ષાદળો સહિત સ્થાનીક નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ પહેલો હૂમલો સોમવારે બપોરે શોપિયાનાં બટપાલ વિસ્તારમાં કર્યો. ત્યારે બીજો હૂમલો સોમવારે સાંચે આશરે 6 વાગ્યે પુલવામા હેઠળ વિસ્તાર કર્યો હતો. પુલવામાં તહાવ વિસ્તારમાં થયેલા આતંકવાદી હૂમલામાં કુલ સાત લોકો ઘાયલ થયા છે. જેમાં સીઆરપીએફનાં ચાર જવાનો અને ત્રણ સ્થાનીક નાગરિકોનો સમાવેશ થાય છે. તમામને સ્થાનીક હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતી સ્ટેબલ હોવાનું કહેવાઇ રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૂમલો કરનારા આતંકવાદીઓની શોધમાં સુરક્ષાદળોની સંયુક્ત ટીમનાં વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. સુરક્ષાદળના વરિષ્ઠ અધિકારીના અનુસાર સીઆરપીએફની 182મી બટાલિયમાં રહેલ ટ્રુપ પુલવામાંના તહાવ વિસ્તારમાં હતી. અહીં સીઆરપીએફનાનં જવાનોની મુખ્ય જવાબદારી કાયદો - વ્યવસ્થાને પુર્વવત્ત કરી હતી. બપોરે આશરે 4.17 વાગ્યે પથ્થરમારાની ભીડે જવાનો પર હૂમલો કર્યો હતો. પહેલા પથ્થરબાજ જવાનો પર પથ્થરમારો કરતા રહ્યા. 

જો કે ટોળામાં રહેલા આતંકવાદીઓએ પથ્થરમારો કરનાર લોકોની આડમાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. જો કે આ હૂમલામાં 4 સીઆરપીએફ જવાન અને 3 સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા છે. ઘાયલોમાં સીઆરપીએફનાં કંપની કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને પુલવામાં યૂનિય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની પરિસ્થિતી સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે.