નવી દિલ્લીઃ બનારસ તેની રંગબેરંગી બનારસી સાડીઓ માટે આખા ભારતમાં જાણીતું છે. પરંતુ આ શહેરમાં ઘણું બધું એવું  છે જે તમને તેની તરફ આકર્ષિત કરશે. બનારસની સંસ્કૃતિ, તેનો સાંસ્કૃતિક વારસો, તેના કલાત્મક સ્થાપત્યો, ત્યાંનું ચિકન વર્ક વગેરે ખુબ જ પ્રખ્યાત છે. જાણો બનારસથી સંબંધિત કેટલીક સુંદર વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક પરંપરાનું ગુંજન:
વારાણસીમાં બે ડઝનથી વધુ વૈદિક શાળાઓ છે, જેમાં શ્રી વિદ્યામઠ પણ એક છે. વિદ્યાપીઠમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ઉંમર 12 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓની દિનચર્યા સવારે 4 વાગ્યે શરૂ થાય છે. તેઓ દરરોજ ગંગાના કાંઠે યોગાભ્યાસ, વેદ અને શાસ્ત્રોનું પઠન કરે છે અને સાંજની આરતી સાથે વિદ્યાર્થીઓનો દિવસ પૂરો થાય છે.

અલૌકિક સૂર્યોદય:
બનારસની સવાર અલૌકિક હોય છે. લાલાશથી ભરેલો સૂર્યપ્રકાશ ગંગા અને ઘાટના અદ્ભુત સૌદર્યમાં વધારો કરે છે. સવારે ઓછી ભીડ હોવાને કારણે, પ્રકૃતિનો આ નજારો વધુ આકર્ષક અને આધ્યાત્મિક બની જાય છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટી:
ભારતની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાંની એક બીએચયુ (બનારસ હિન્દુ યુનિવર્સિટી) પણ કાશીનું ગૌરવ છે. મદન મોહન માલાવીયા અને એની બેસન્ટ દ્વારા 1916 માં સ્થાપના કરાયેલ, બીએચયુ યુનિવર્સિટી પોતાની આગવી શૈક્ષણિક શૈલી તેમજ સૌથી મોટી રહેણાંક યુનિવર્સિટી માટે જાણીતી છે. યુનિવર્સિટીના કેમ્પસને જોવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસી અહીં પહોંચે છે.

તમામ પ્રકારના ભોજન:
બનારસમાં ભારતના લગભગ દરેક રાજ્યનો પરંપરાગત ભોજન જોવા મળે છે. આનું કારણ એ છે કે દરેક રાજ્યથી આવતા ભક્તો અને તેમના માટે બનાવેલા કેટલાક ખાસ ઘાટ. નાસ્તામાં અથવા ભોજન માટે બનારસમાં ડઝન જેટલા વિકલ્પો મળી રહે છે.

અલગ જ છે બનારસી પાન:
ભારતમાં ત્રણ પ્રકારના સોપારી પાન ઉપલબ્ધ છે. બનારસી, કલકત્તી અને મહોબની. ત્રણેય પૈકી બનારસીના પાનનો સ્વાદ એકદમ અલગ છે. પાનમાં વાપરવામાં આવતો કાથો પણ બનારસમાં અલગ પ્રકારનો જોવા મળે છે. સાથે જ પાનમાં કાચી સોપારી નાંખવામાં આવે છે. આ તમામ વસ્તુઓ બનારસી પાનને સ્પેશિયલ બનાવે છે.

બનારસી સિલ્ક અને સાડી:
બનારસમાં રેશમનું ઉત્પાદન થતું નથી. અહીં, રેશમના દોરા બેંગ્લોર અને ચીનથી આયાત કરવામાં આવે છે. પરંતુ તે રેશનમાં દોરામાંથી સુંદર સાડીઓ બનાવવાની કુશળતા બનારસના વણકર જ જાણે છે. શહેરમાં વણકરોના મુખ્ય ત્રણ વિસ્તાર છે. જ્યાં લગભગ 22,000 વણકર પરિવાર રહે છે. મોટાભાગના વણકર હવે મશીનોની મદદથી કામ કરે છે.

અવિરલ ધારામાં ડૂબકી:
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર વ્યક્તિ ગંગા નદીમાં ડૂબકી લગાવીને પાપથી મુક્ત થઈ જાય છે. કાશીમાં ડૂબકી મારવી વધુ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બ્રાહ્મણોએ જીવનમાં એકવાર કાશીની મુલાકાત લેવી ફરજિયાત માનવામાં આવે છે. પંચાંગો પણ અહીંથી જ બહાર આવે છે.

ગંગા આરતી:
વારાણસીમાં દરરોજ સાંજે થતી ગંગા આરતી જોવા માટે હજારો લોકો દરરોજ એકઠા થાય છે. મોટાભાગે ભીડ મુખ્યત્વે દશાશ્વમેઘ અને અસ્સી ઘાટ એમ બે ઘાટ પર હોય છે. તમે ઈચ્છો તો આરતીના દર્શન ઘાટ પર બેઠા બેઠા અથવા બોટમાં બેસીને પણ જોઈ શકો છો.
આરતી બાદ ઘાટ પરનું વાતાવરણ મેળા જેવું રહે છે. આ દરમિયાન રમકડા વેચતા લોકો અથવા ભક્તોના માથા પર ભભૂતિ મૂકીને આશિર્વાદ આપતા બાબા પણ જોવા મળે છે. ભભૂતિ લગાવ્યા બાદ  કેટલાક બાબા ઓછામાં ઓછી 10 રૂપિયાની નોટની અપેક્ષા રાખે છે. તેને સિક્કા આપવાનો ગુસ્સો આવે છે અને બનારસ શૈલીમાં તેમને અપ્રિય શબ્દોથી સંબોધન કરે છે.

જીવનનો અંત:
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર દરેક સમયે ચિતા સળગતી રહે છે. ચિતા સળગાવાનું કામ કરનાર એક ડોમ રાજા કહે છે કે, ‘આ એક માયા મુક્ત ક્ષેત્ર છે, અહીં શોક અને મોહ-માયા માટે કોઈ સ્થાન નથી. મણિકર્ણિકા ઘાટ પર 24 કલાકમાં આશરે 70 મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.