અંકિત તિવારી, જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી બાદ પહેલીવાર જયપુર એરપોર્ટ પર સોનાની મોટી તસ્કરીનો મુદ્દો સામે આવ્યો. બેંકોકથી આવેલા યાત્રીને સોનાનાં 6 બિસ્કીટ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. યાત્રીની કસ્ટમ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ વિંગના અધિકારીની પુછપરછ કરી રહ્યા છે. યાત્રી ગુદામાર્ગમાં સોનુ છુપાવીને લાવી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 કિલો સોનુ પકડ્યું
જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી રહી. કસ્ટમ વિભાગે એરપોર્ટ પર તસ્કરીનું એક કીલો સોનું પકડ્યું. બેંકોક - જયપુર ફ્લાઇટ નંબર FD-130થી એક કિલો સોનાની સાથે કસ્ટમે એક તસ્કરને ઝડપી લીધો હતો. 



આજે IIT-ભુવનેશ્વરનું ઉદ્ધાટન કરશે વડાપ્રધાન મોદી, 14 હજાર કરોડની ભેટ આપશે...


મળદ્વારમાંથી કઢાયા 6 બિસ્કીટ
યાત્રીએ મળદ્વારની અંદર છુપાવીને સોનાની તસ્કરી કરી રહ્યા હતા. કસ્ટમે મળદ્વારની અંદરથી 6 સોનાનાં બિસ્કીટ કાઢ્યા હતા. કસ્ટમ સુપ્રીટેન્ડન્ટ ડૉ. સુભાષ અગ્રવાલનાં નેતૃત્વમાં કાર્યવાહી થઇ। કસ્ટમના અધિકારી કુલદીપ સિંહ તસ્કરની પુછપરછ કરી રહ્યા છે. આંતરાષ્ટ્રીય બજારમાં પકડાયેલા સોનાની કિંમત 32 લાખ રૂપિયા છે. 



તસ્કરો અપનાવી રહ્યા છે નવી નવી તરકીબો
જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતા 32 લાખ રૂપિયાનાં સોનાના 6 બિસ્કિટ પકડ્યા છે. બેંકોક સાથે બિનકાયદેસર રીતે તસ્કરી કરીને લાવવામાં આવી રહેલા સોનાને કસ્ટમ વિભાગનાં અધિકારીઓએ જપ્ત કરી લીધી છે. યાત્રીઓની પુછપરછ ચાલી રહી છે. યાત્રી મળદ્વારમાં સોનાના બિસ્કીટ છુપાવીને  લાવી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયપુર એરપોર્ટથી તસ્કરી કરીને લવાઇ રહેલ સોનામાં તસ્કરો અલગ અલગ પદ્ધતીઓ અપનાવતા હોય છે. 



2018માં Income Tax ના નિયમોમાં થયા અનેક પરિવર્તન, 2019 પહેલા જાણવું છે જરૂરી...

જો કે કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ વિંગની પકડમાં નહોતા આવ્યા. જો કે સતત આવી રહેલા આવા કિસ્સાઓ બાદ શંકાસ્પદો પર કસ્ટમ વિભાગ કડકાઇથી નજર રાખે છે. આ જ કારણ છે કે બેંકોકથી આવેલા યાત્રીઓ શંકાસ્પદ ગતિવિધિઓને જોતા બોડી સ્કેન કરવામાં આવ્યું. યાત્રીઓનાં મળદ્વારમાં શંકાસ્પદ ધાતુ હોવાથી ચિકિત્સક બોલાવીને તસ્કરી કરી લાવવામાં આવી રહેલા સોનાને કાઢ્યું હતું. વિભાગનાં અધિકારીઓ હવે તેની સપ્લાઇ ચેન અંગે પુછપરછ કરી રહ્યા છે.