`અમ્ફાન` : PM પોતે રાખી રહ્યા છે સમગ્ર ઘટના પર નજર, ગૃહમંત્રાલયે NDMAની બેઠક બોલાવી
ચક્રવાતી તોફાન અમ્ફાન સોમવારે સાંજ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તેની ખુબ જ વિકરાળ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાના વિસ્તારો પર પડવાની શક્યતા છે. ખાસ કરીને ગંગા નદીના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન મોદી અમ્ફાનના કારણે પેદા થનારી સ્થિતીની સમીક્ષા કરવા માટે આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારને આપેલી ગાઇડ લાઇનમાં કહ્યું કે, અમ્ફાન સોમવારે સવારે દક્ષિણી બંગાળની ઘઆડીનાં મધ્ય હિસ્સાઓ અને બાજુની મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.
નવી દિલ્હી : ચક્રવાતી તોફાન અમ્ફાન સોમવારે સાંજ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તેની ખુબ જ વિકરાળ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાના વિસ્તારો પર પડવાની શક્યતા છે. ખાસ કરીને ગંગા નદીના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન મોદી અમ્ફાનના કારણે પેદા થનારી સ્થિતીની સમીક્ષા કરવા માટે આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારને આપેલી ગાઇડ લાઇનમાં કહ્યું કે, અમ્ફાન સોમવારે સવારે દક્ષિણી બંગાળની ઘઆડીનાં મધ્ય હિસ્સાઓ અને બાજુની મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.
ભારતીય નૌસેનામાં આવી રહ્યો છે રોમિયો, હવે ચીન સહિત દુશ્મન દેશોનાં દાંત ખાટા થશે
હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાતનાં કારણે કિનારાના ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ગંગા કિનારાના વિસ્તારોમાં તેજ હવાઓ સાથે ભારે વરસાદ થશે. ઓરિસ્સા સરકાર જ્યાં સંવેદનશીલ વિસ્તારમાં રહેતા 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવા માટેની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ બહાર પાડ્યું અને રાહત ટીમો પણ મોકલી છે.
કિટનાશકના છંટકાવથી નથી મરતો કોરોના વાયરસ, WHO નો ચોંકાવનારો ખુલાસો
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ ચેટવણી બહાર પાડી અને કહ્યું કે, અમ્ફાન 20 મેના દિવસે બપોરે અથવા સાંજે અત્યંત પ્રચંડ સ્વરૂપે બાંગ્લાદેશમાં હિયા દ્વીપ અને પશ્ચિમ બંગાળનાં દીધાની વચ્ચે બંગાળ અને બાંગ્લાદેશ કિનારેથી પસાર થશે. આ દરમિયાન 155-165 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હવા ચાલશે જે ક્યારે પણ 185 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
આપણા મુસ્લિમોની દુકાન ખુલ્લી છે તો હિંદુઓને ત્યાંથી કેમ સામાન ખરીદ્યો? મહિલાઓને ધમકી
વિભાગે કહ્યું કે, વધારે ઝડપથી આવનારા પવનને કારણે કાચા ઘરોને વધારે નુકસાન અને પાકા મકાનોને કેટલીક હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સ્પીડ હવાઓને કારણે વિજળી અને સંચારના થાંભલાઓ પણ ઉખડી શકે છે. રેલ સેવા પણ પ્રભાવિત થઇ શકે છે. સિગ્નલ પ્રણાલીને પણ અસર પડી શકે છે. આ ઉપરાંત ઉભો પાક અને બાગાયતી પાકને પણ નુકસાન થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube