કિટનાશકના છંટકાવથી નથી મરતો કોરોના વાયરસ, WHO નો ચોંકાવનારો ખુલાસો
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણને અટકાવવા માટે જેટલી માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ મુંદ્દે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેટલો જ પ્રયાસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફ સફાઇ અને રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. કોરોા સંક્રમણને અટકાવવા માટે રસ્તાઓ પર અને ગલીઓને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં કોરોનાનાં દર્દી મળી આવે છે તે વિસ્તારમાં સંપુર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવે છે. અમને લાગે છે કે, કોરોનાને કાબુમાં લેવા માટેની આ યોગ્ય પદ્ધતી છે.
સામાન્ય રીતે માનવામાં આવે છે કે, કોઇ વિસ્તારમાં કિટાણુનાશકનો છંટકાવ કરી દેવામાં આવે તો તેનાથી વાયરસ નષ્ટ તઇ જાય છે. જો કે હાલમાં જ વિશ્વ સ્વાસ્થય સગઠને આ અંગે તે અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડબલ્યુએચઓએ ચેતવણી ઉચ્ચારી છે કે, ખુલ્લામાં કિટાણું નાશકનો છંટકાવ કરવાથી કોરોના વાયરસ ખતમ નથી થતા પરંતુ એવું કરવુ સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
WHO ના અનુસાર ગલીઓ અને બજારોમાં કિટાણુનાશક સ્પ્રે કરવાનો કોઇ જ ફાયદો નહી થાય. જરૂરી નથી કે કેમિકલ સ્પ્રેથી તમામ પ્રાકરની સપાટી કવર થઇ જાય અને તેની અસર કેટલા ટાઇમ સુધી રહે. આ ઉપરાંત કિટાણુનાશકનો પ્રયોગ નહી કરવાની સાથે સાથે ઇંડોર એરિયામાં પણ ડિસિન્ફેક્ટેડનો પ્રયોગ સીધો ન કરવો જોઇએ. પરંતુ તેના માટે કપડાનેવાઇપરની મદદથી સફાઇ કરવી જોઇએ.
આ ઉપરાંત માણસનાં શરીર પર ડિસિન્ફેક્ટેન્ટ સ્પ્રેની ખુબ જ ખરાબ અસર થાય છે. તેને બનાવવા માટે ક્લોરીન અને અન્ય ઝેરી કેમિકલનો ઉપયોગ થાય છે. જેના કારણે આંખો પર ત્વચા અંગેની બિમારીઓ પેદા થઇ શકે છે. આ સાથે જ શ્વાસ લેવામાં તકલીફ અને પેટની કેટલીક સમસ્યાઓ પણ થઇ શકે છે. ખુલામાં ગંદકી અને ધુળના કારણે ડિસિન્ફેક્શન લિક્વીડ નિષ્ક્રિય થઇ જાય છે. જેના કારણે વાયરસ પર તેની કોઇ સીધી અસર નથી થતી. એવામાં રસ્તાઓ પર, ગલીઓ પર સ્પ્રે દ્વારા સેનેટાઇઝ કરવાથી કંઇ પણ કહી શકાય જેના કારણે આ વિસ્તારમાં વાયરસ નષ્ટ થઇ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે